Maharashtra

મને ફસાવવા માટે એનસીબીએ વ્હોટ્‌સએપ ચેટનો ખોટી રીતે ઉપયોગ કર્યો ઃ આર્યન ખાન

મુંબઈ
આર્યન ખાનને જામીન ન મળવાની પાછળ તેનું વ્હોટ્‌સએપ ચેટ સૌથી મહત્ત્વના પુરાવા બની છે. મુંબઈની સ્પેશિયલ દ્ગડ્ઢઁજી કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.દ્ગઝ્રમ્ની તરફથી કહેવામાં આવ્યું છે કે આર્યનને જામીન ન મળવા જાેઈએ, નહીં તો તે પુરાવાની સાથે છેડછાડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ૩ ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જજમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩ ઓક્ટોબરે દ્ગઝ્રમ્ને ડ્રગ્સની સૂચના મળતાં ક્રૂઝ પર ચાલતી પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આર્યન સહિત ૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક લોકો પાસેથી ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ એવું પણ જણાવ્યું હતું કે તેને ડ્રગ કોને સપ્લાય કરી હતી. આ બધું જાેતાં ખ્યાલ આવે છે કે બધાએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સેક્શન ૨૯ મુજબ આ વાતને ષડયંત્ર ગણાવવામાં આવી શકે છેબોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને જેલમાં છે. આર્યન ખાનની બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, ત્યાર બાદ હવે તેને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યું છે, દ્ગઝ્રમ્ (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે વ્હોટ્‌સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે. સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે, જેને લઈને ૨૬ ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યન ખાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ફસાવવા માટે દ્ગઝ્રમ્ તેની વ્હોટ્‌સએપ ચેટનો ખોટો ઉપયોગ કરી રહી છે, જે ખોટું અને અયોગ્ય છે. આર્યનની તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની પાસેથી દ્ગઝ્રમ્ને કોઈ પ્રકારનું ડ્રગ નથી મળ્યું અને મર્ચન્ટ તથા આચિત કુમાર સિવાય તેનો કોઈ અન્ય આરોપી સાથે કોઈ સંબંધ પણ નથી. એજન્સીએ ૨૦ લોકોની આ કેસમાં ધરપકડ કરી છે. આર્યનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે વ્હોટ્‌સએપ ચેટનો ઉલ્લેખ દ્ગઝ્રમ્ કરી રહી છે એ ઘટના પહેલાંની છે. એનો આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એ મેસેજને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે ખોટું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *