Maharashtra

મન્નતની અંદર પરિવાર અને બહાર ચાહકોમાં ખુશ જાેવા મળી રહી છે

મુંબઈ
શાહરૂખ ખાનના ઘર મન્નતમાંથી ત્રણ જીેંફ આર્યનને લેવા માટે આર્થર રોડ જેલ હાજર કરી દેવામાં આવી છે. પ્રશંસકોએ મન્નતની બહાર આર્યન ખાનનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું છે. મોટા પોસ્ટર સાથે આર્યન ખાન ઘરે આવે તેની રાહ જાેઈ રહ્યા છે. મન્નતની અંદર પણ ખુશીનો માહોલ છે. માનવામાં આવે છે કે આજે સાંજે મન્નતમાં ઉજવણી થવાની છશાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન માટે આજનો દિવસ ખુશીનો છે. આજે આર્યન ખાન જેલમાંથી મુક્ત થઈ રહ્યો છે. આર્થર રોડ જેલના અધિકારીઓએ કહ્યું છે કે આર્યનના જામીનનો ઓર્ડર મળી ગયો છે. આર્યનને મુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આર્યન ખાનને આ અંગે જાણ કરવામાં આવી છે. તે ખૂબ જ ખુશ છે અને જેલના એક સાથીની સાથે વાત કરી રહ્યો છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે તેમને વધુ જામીનના ઓર્ડર મળ્યા છે. બધા સાથે મળીને કામ કરવામાં આવશે અને બધાને એકસાથે છોડવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આર્યનને સવારે ૧૦.૩૦ ૧૧ વાગ્યાની વચ્ચે છોડવામાં આવશે. ગઈકાલ, ૨૯ ઓક્ટોબરે આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર સાંજે સાડાપાંચ સુધી જેલ અધિકારી પાસે આવ્યો નહોતો. અરબાઝ મર્ચન્ટના પિતાએ કહ્યું છે કે તેમનો પુત્ર આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી જશે. અરબાઝના પિતા અસલમ મર્ચન્ટ પોતાના પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા છે. આર્થર રોડ જેલનું બેલ બોક્સ આજે સવારે ૫.૩૦ કલાકે ખોલવામાં આવ્યું હતું. અહીં આર્યન ખાન સહિત અન્ય લોકોના જામીનના કાગળો રજૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારે શાહરૂખ ખાનની મિત્ર જુહી ચાવલાએ આર્યનના જામીન આપ્યા હતા. તેમની સાથે એડવોકેટ સતીશ માનશિંદે આ પ્રક્રિયામાં સામેલ હતા. જામીનની પ્રક્રિયા પૂરી ન થવાને કારણે આર્યન ખાનને શુક્રવારની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડી હતી. પરંતુ હવે તે ઘરે પરત ફરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *