મુંબઈ
મુંબઈમાં આજે કોરોનાના નવા ૧૧૫ કેસ નોંધાયા હતા અને ચાર દરદી કોરોનાના શિકાર થયા હતા. જ્યારે કોરોનાના ૨૬૯ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. શહેરમાં અત્યારે કોરોનાના ૨૦૫૯ દરદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક દરદી અને મૃતકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમજ દરદી સાજા થવાનું પ્રમાણ વધી ગયું છે. આથી કોરોનાની બીજી લહેર ઓસરી જવા તરફ છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઈરસના નવા પ્રકારના ઓમીક્રોન વેરિયન્ટને લીધે ત્રીજી લહેરની શક્યતા વર્તાઈ રહી છે. આ કારણસર લોકોને સાવચેતી રાખવાની સરકારે અપીલ કરી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૫૩૬ કેસ નોંધાયા છે. જે દોઢ વર્ષ બાદ પ્રથમ વખત સૌથી ઓછા દરદી નોંધાયા છે અને ૨૧ દરદીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે રાજ્યમાં આજે કોરોનાના ૮૫૩ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ હતી. આ સિવાય રાજ્યમાં આજ દિન માત્ર કોરોનાના ૭,૮૫૪ દરદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૮૫,૮૦૦ લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને ૧૦૨૮ લોકો સંસ્થાત્મક૨ ક્વોરનટાઈન છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.