Maharashtra

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ ધીમી પડી ઓછા કેસ નોંધાયા

મુંબઈ
મુંબઈમાં કોરોનાના નવા ૩૩૩ કે સ નોંધાયા હતા અને ત્રણ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૫૦૪૪૧ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૬૧૮૦ થઈ છે. મુંબઈમાં આજે કોરોનાના ૫૨૬ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૭૨૬૫૬૬ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. શહેરમાં અત્યારે કોરોનાના ૫૧૮૩ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ ઓસરી ગઈ એવું ચિત્ર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. દરદીઓની સંખ્યા, મરણાંકની સંખ્યામાં ઘટાડો અને દરદી રિકવરીનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ ત્રીજી લહેર આવવાનો ભય સરકારને સતાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર આવી ત્યારથી આજે સૌથી ઓછા દરદી નોધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના ૧૬૮૨ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ હતી અને અત્યારે કોરોનાના ૨૯,૬૨૭ દરદી સક્રીય છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૬૫,૮૯,૯૮૨ થઈ છે અને મરણાંક ૧૩૯૭૬૦ થઈ છે. જ્યારે કોરોનાના ૬૪,૧૬,૯૯૮ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે રિકવ થવાનું પ્રમાણ ૯૭.૩૮ ટકા થયું છે. રાજ્યમાં અત્યારે ૨,૩૪,૮૦૭ લોકો હોમકવોરન્ટાઈન થયા છે અને ૧૦૨૭ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Corona-Update-2021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *