Maharashtra

મુંબઈની કોર્ટમાં જાવેદ અખ્તર સામે સંતોષ દુબે દ્વારા ફોજદારી ફરિયાદ

મુંબઈ
આરોપી આરએસએસ અને તાલિબાનની વિચારધારા અને કાર્યશૈલી વચ્ચેના તફાવતથી સારી રીતે વાકેફ છે, પરંતુ આરોપીએ જાણીજાેઈને આરએસએસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી માનહાનિ કરતા ખોટા નિવેદનો કર્યા છે. કોર્ટ ૧૬ નવેમ્બરે આગામી સુનાવણીમાં ફરિયાદીનું નિવેદન નોંધશે. દુબેએ અગાઉ આ જ કેસમાં જાવેદ અખ્તર વિરુદ્ધ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કલમ ૫૦૦ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ગયા મહિને સંતોષ દુબેએ જાવેદ અખ્તરને કાનૂની નોટિસ મોકલીને માફી માંગવા કહ્યું હતું. જણાવી દઈએ કે, જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – જેમ તાલિબાન અફઘાનિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે, તેમ ઇજીજી પણ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કામ કરી રહ્યું છે. અગાઉ આ જ મામલે આરએસએસ કાર્યકર વિવેક ચાંપાનેરકરે જાવેદ અખ્તર સામે કેસ દાખલ કર્યો હતો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ જાણીતા હિન્દી ફિલ્મના પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તર વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે જાવેદે ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આ ટિપ્પણી કરીને ઇજીજીની તાલિબાન સાથે સરખામણી કરી હતી. જાવેદ અખ્તર વિરુદ્ધ મુલુંડની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કલમ ૪૯૯ (માનહાનિ) અને ૫૦૦ (માનહાનિ માટે સજા) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, જાવેદે આરએસએસની સરખામણી તાલિબાન સાથે કરી હતી. આરએસએસ સમર્થક ફરિયાદી સંતોષ દુબેએ કહ્યું કે જાવેદ અખ્તરે રાજકીય લાભ માટે આરએસએસનું નામ લઈને સંગઠનને બદનામ કર્યું છે. તેમણે ખૂબ જ સમજી-વિચારીને રણનીતિ હેઠળ આ કર્યું છે. દુબેએ દાવો કર્યો છે કે જેઓએ ઇજીજીની મેમ્બરશીપ લીધી છે કે લેવા માંગે છે એવા લોકોને ભ્રમિત કરવા અને નિરાશ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

JAVED-AKHTAR-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *