મુંબઈ
કેન્દ્ર સરકાર દ્વારા આ મહિને ઓમિક્રોનની પરિસ્થિતિ જાેઈને જાન્યુઆપરી ૨૦૨૨માં ફરી પ્રતિબંધ જાહેર કરવાની હિલચાલ શરૃ છે સંપૂર્ણ દેસભરમાં ઓમિક્રોનના દરદીની સંખ્યા વધી તો કેન્દ્ર સરકાર દ્વારા ફરી લોકડાઉન અથવા અનેક પ્રતિબંધો લાદવાની હિલચાલ શરૃ કરી છે. તેની પાર્શ્વભૂમિ પર રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે નાઈટ કરફયુ લાગુ કરવાનો વિચાર કર્યો છે. લગભગ અઠવાડિયામાં ા સંદર્ભે અધિકૃત ઘોષણા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે કરે એવી શક્યતા હોવાનું એક મંત્રીએ જણાવ્યું હતું.કોરોનાને લીધે મૂકેલા પ્રતિબંધો ઉઠાવી લીધા બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં ચોફેર ગરદી થવા લાગી છે. હવે કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોન વાઈરસ મલી આવ્યા બાદ આ વાઈરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. ૪૦ દેશોમાં મોટા પ્રમાણમાં ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યા છે. એટલું જ નહિં મષ્ટ્રાષ્ટ્રમાં ૧૧ જેટલા ઓમિક્રોનના દરદી મળી આવ્યા છે. આને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર અઠવાડિયામાં નાઈટ કરફ.ુ લાદવામાં આવે એવું પ્રધાનમંડળમાં ચર્ચાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાની બીજી લહેર રોકવ ામાટે રાજ્ય સરકારને યશ મળ્યો છે અને એમાં ખાસ રસીકરણની ઝુંબેશ મોટા પ્રમાણમાં કરાતા તે નિયંત્રણમાં આવ્યો છે. જાે કે કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ પ્રતિબંધો હળવા કરી દીધા હતા. પ્રતિબંધો ઉઠાવી લેવાતા ટ્રેન, બસ, માર્કેટ સહિત ઠેર-ઠેર ગરદી વદી ગઈ છે અને રાજ્યનો આર્થિક વ્યવહાર પાટે ચઢી ગયો છે. પરંતુ હવે ઓમિક્રોનના દરદી મળી આવતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. આથી આ ઓમિક્રોનના વાઈરસને ફેલાતા અટકાવવા માટે રાજ્યમાં શરૃઆતમાં નાઈટ કરફ.ુ લાદવા માટે પ્રદાનમંડળમાં સકારાત્મક ચર્ચા થઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ રોકવાના દ્રષ્ટિએ કેન્દ્ર સરકારે હજી કોઈપણ તૈયારી કરી નથી. આથી હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ નિયંત્રણમાં રાખવામાટે રાજ્ય સરકાર દ્વારા કઠોર ર્નિણય લેવાની હિલચાલ શરૃ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


