Maharashtra

રિયલ મેડ્રિડ સામે બાર્સેલોનાનો ૨-૧થી પરાજય

મુંબઈ
કોચ સાથે ફૂટબોલ સમર્થકોએ કરેલા વ્યવહારની ક્લબે આકરી ટીકા કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનશે તો આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. બાર્સેલોના વર્તમાન સિઝનમાં મોટી ટીમો સામે સતત પરાસ્ત થઈ છે. બાર્સેલોના લા લીગામાં ટોચના સ્થાને રહેલી રિયલ સોસીદાદ કરતાં છ પોઇન્ટ પાછળ નવમા ક્રમે છે. મેડ્રિડ બીજા ક્રમે છે. સોસીદાદે એથ્લેટિકો મેડ્રિડ સામેનો મુકાબલો ૨–૨થી ડ્રો કરીને પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. સ્ટાર સ્ટ્રાઇકર લાયોનલ મેસ્સીથી ગયા બાદ સતત કંગાળ પ્રદર્શન કરી રહેલી બાર્સેલોનાનો લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપ પહેલાંના અલ ક્લાસિકો મુકાબલામાં રિયલ મેડ્રિડ સામે ૨–૧થી પરાજય થયો હતો. ત્યારબાદ નારાજ થયેલા સ્થાનિક પ્રેક્ષકોએ કોચ રોનાલ્ડો કોમૈનને ઘેરી લીધો હતો અને તેની સામે નારાબાજી કરી હતી. કોરોના વાઇરસની મહામારી બાદ આ પ્રથમ અલ ક્લાસિકો મુકાબલો હતો જે લગભગ ૮૬ હજાર પ્રેક્ષકોની હાજરીમાં રમાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *