Maharashtra

રોહિત શેટ્ટીને સૂર્યવંશીની રિલીઝની રાહ છે

મુંબઈ
રોહિત શેટ્ટીએ પોલીસ અધિકારીઓ વાળી જે ફિલ્મો બનાવી છે એ તમામ સુપરહિટ રહી છે. હવે તે સિંઘમ સીરિઝની ત્રીજી ફિલ્મની સાથે તેના કોપ યુનિવર્સનો વ્યાપ વધારશે. રોહિત અત્યારે સૂર્યવંશીની રિલીઝ માટે રાહ જાેઇ રહ્યો છે. એ પછી તે તેના કોપ યુનિવર્સમાં વધુ એક પાત્ર ઉમેરશે એમ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે અજય દેવગન (સિંઘમ), અક્ષય કુમાર (સૂર્યવંશી) અને રણવીર સિંઘ (સિમ્બા) રોહિતના કોપ યુનિવર્સમાં સામેલ છે. જાે કે હાલમાં આ નવા કેરેકટર વશે ઓફિશિયલી કંઇ જાહેર થયું નથી. તેઓ દર્શકોને સરપ્રાઇઝ આપવા ઇચ્છે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આ નવા પાત્રની ચર્ચા થઈ રહી છે. સૌ કોઇ એ જાણવા ઇચ્છે છે કે આ વખતે બીજી કોઇ ફિલ્મમાં પોલીસનો રોલ નિભાવી ચુકેલા અભિનેતાની પસંદગી થશે કે પછી કદી પણ આવો રોલ નહિ નિભાવનારા અભિનેતાને ચાન્સ મળશે. રોહિતે અજયને લઇને સિંઘમ, પછી સિંઘમ રિટર્ન્સ અને રણવીરને લઇને સિમ્બા બનાવી હતી. અક્ષયની સૂર્યવંશી હવે રિલીઝ થશે.

suriyavanshi-rilij-rohit-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *