Maharashtra

વાઝે અને પરમબીરની ગુપ્ત મુલાકાતમાં બંનેએ અંગ્રેજીમાં વાતચીત કરી

મુંબઈ
પરમબીર સિંહ અને સચિન વાઝે વચ્ચે ત્યારબાદ કથિત ગુપ્ત મુલાકાત થઈ હતી. આ ઘટના બહાર આવ્યા બાદ ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલે આ બાબતની તપાસનો આદેશ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાળેને આપ્યો હતો. ત્યારબાદ કોલોબા વિભાગના એસીપીને આ બાબતની તપાસ સોંપવામાં આવી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસની તપાસ ટીમે પાટીલનું નિવેદન નોંધી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નવી મુંબઈના પોલીસ કમિશનરને આ બાબતનો અહેવાલ મોકલી ચારેય પોલીસકર્મી સામે શિસ્તભંગ બાબતની કાર્યવાહી કરવાની સલાહ આપી હતી.ચાંદિવાલ તપાસ પંચ સમક્ષ હાજર થયેલ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને નોકરી પરથી કાઢી મૂકાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે વચ્ચે અહીંના એક સ્થળે ગુપ્ત મુલાકાત થઈ હતી. આ સમયે હાજર એક પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) સહિત ચાર પોલીસ કર્મીઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ બન્ને વચ્ચે અંગ્રેજીમાં વાતચીત થઈ હોવાથી તેઓ એક પણ શબ્દ સમજી શક્યા નહોતા. આ ચારેય પોલીસ કર્મી સચિન વાઝેને નવી મુંબઈની તળોજાની જેલમાંષી એસ્કોર્ટ કરીને લાવ્યા હતા જ્યાં વાઝે અન્ડર ટ્રાયલ (કાચા કામના) કેદી તરીકે બંધછે. મનસુખ હિરણ હત્યા પ્રકરણનો મુખ્ય આરોપી છે. સંદર્ભે પીેસઆઈ ભરત પાટીલ કે જેઓ એસ્કોર્ટ ટીમનું ેનેતૃત્વ કરતા હતા તેણે આ ઘટનાની તપાસ કરતી કમિટી સામે એવું જણાવ્યું હતું કે જસ્ટીસ ચાંદિવાલના એક આસીસ્ટન્ટ સિંહ અને અને વાઝેને જ્યા કાર્યવાહી ચાલી રહી હતી તે રૃમથી દૂર લઈ જવાનું જણાવ્યું હતું. જેથી પાટીલને એવું લાગ્યું હતું કે બન્નેને સંવાદ કરવાની છૂટ આપવામાં આવી છે.

Vanje-Parambir-singh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *