મુંબઈ
વિજય દેવરાકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે માર્શલ આર્ટના રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં તેની સાથે વિશુ રેડ્ડી, અલી, મકરંદ દેશ પાંડે સહાયક ભૂમિકામાં જાેવા મળશે. આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. જેનું દિગદર્શન કરણ જાેહરે કર્યું છે.વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જાેવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયુ છે અને આજે ફિલ્મ નિર્માતા કરણ જાેહરે મોસ્ટ વોન્ટેજ ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરી છે. કરણ જાેહરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લાઈગરની રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે, સાથે જ તેણે ચાહકોને ફિલ્મની ઝલક ક્યારે બતાવવામાં આવશે તે પણ જણાવ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરીને કરણે આ વિશે માહિતી આપી છે. જેને જાેઈને ચાહકો ઘણા ખુશ જાેવા મળી રહ્યા છે. વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.તેમજ ફિલ્મની ઝલક ૩૧ ડિસેમ્બરે ચાહકોને જાેવા મળશે. કરણે શેર કરેલા આ પોસ્ટરમાં લખ્યું છે કે, આ નવા વર્ષ પર આગ લગાવી દઈશુપપ પોસ્ટ શેર કરતા વધુમાં કરણે લખ્યું, એક્શન, થ્રિલર અને પાગલપન આ ફિલ્મ એકદમ શાનદાર હશે. પ્રથમ ઝલક ૩૧મી ડિસેમ્બરે બતાવવામાં આવશે અને સાથે જ તમારા નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થશે. લાઈગરમાં વિજય અને અનન્યા સાથે બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ જાેવા મળશે. હાલમાં જ ટીમે તેની સાથે લોસ વેગસમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ શેડ્યૂલની તસવીરો વિજય અને અનન્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે બધા સાથે મસ્તી કરતો જાેવા મળ્યો હતા. તમને જણાવી દઈએ કે, બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પહેલીવાર બોલિવૂડ ફિલ્મમાં જાેવા મળશે. માઈક ફિલ્મમાં જાેડાયાની જાહેરાતથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત જાેવા મળી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, વિજય અને માઈક બોક્સિંગ રિંગમાં ફાઈટ કરતા જાેવા મળશે. આ પહેલા માઈક હોલિવૂડની ફિલ્મોમાં હેંગઓવર અને આઈપી મેન ૩માં જાેવા મળ્યો હતો.
