મુંબઈ
સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલે થોડા સમય પહેલા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે. તમે ઘણી વખત સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જાેયા કે વાંચ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય સની દેઓલનો તેમની પત્ની સાથેનો ફોટો જાેયો છે ? એ સમય હતો જ્યારે સની દેઓલ અને અમૃતા સિંહની ફિલ્મ બેતાબ રીલીઝ થઇ હતી. બંનેની જાેડી દર્શકોને બહુ પસંદ આવી હતી અને તેઓના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી. આ તરફ સની લંડનમાં રહેતી પૂજા નામની યુવતીને ડેટ કરતાં હતા અને તેઓએ લગ્ન કરી લીધાની પણ ચર્ચા હતી. અમૃતા સિંહને આ વાતની ખબર પડતા તે સનીથી દૂર થઇ ગઇ હતી.


