મુંબઈ,
મહારાષ્ટ્રના માઈનોરિટી કલ્યાણમંત્રી નવાબ મલિક અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(દ્ગઝ્રમ્)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની વચ્ચે આરોપોનો જંગ ચાલુ છે. સોમવારે મંત્રી મલિકે સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં કેટલીક માહિતી શેર કરતાં પૂછ્યું કે સમીર દાઉદ વાનખેડે શું તમારી સાળી હર્ષદા રેડકર ડ્રગ્સના ધંધા સાથે જાેડાયેલી છે? મલિકે આગળ કહ્યું કે તમારે આનો જવાબ આપવો પડશે, કારણ કે તેમની વિરુદ્ધ પુણેની કોર્ટમાં મામલો પેન્ડિંગ છે.નવાબ મલિકે તેની સાથે સંકળાયેલા કેટલાક પુરાવા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. એ મુજબ હર્ષદાની વિરુદ્ધ ૧૪ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ પુણેમાં ડ્રગ-ટ્રાફિકિંગનો કેસ નોંધાયો હતો. છેલ્લાં ૧૩ વર્ષથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. એની આગામી સુનાવણી ૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ હાથ ધરાશે. સમીર વાનખેડે અને મરાઠી એક્ટ્રેસ ક્રાંતિ રેડકરના લગ્ન વર્ષ ૨૦૧૬માં થયા હતા. આ મામલો બંનેનાં લગ્નનાં ઘણાં વર્ષ પહેલાંનો છે. આ કોઈ પ્રથમ વખત નથી, જ્યારે દ્ગઝ્રઁના નેતાએ દ્ગઝ્રમ્ અધિકારી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા છે. આ પહેલાં ઘણા ગંભીર આરોપ તેમની પર પુરાવા સાથે સામે લાવી ચૂક્યા છે. સતત હુમલા પછી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે મલિકની વિરુદ્ધ ૧.૨ કરોડનો માનહાનિનો કેસ ઠોક્યો છે. મામલાને લઈને ઝડપથી સમીર વાનખેડેનો પરિવાર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી શકે છે. નવાબ મલિક પણ આજે દિવસે એક પ્રેસ-કોન્ફરન્સ કરીને વધુ કેટલાક ઘટસ્ફોટ કરી શકે છે.