Maharashtra

સારા અલી માતાની ખૂબ નજીક હોવાથી તે માતાથી અલગ રહી શકશે નહીં

મુંબઈ
સારા અલી ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ અતરંગી રે ફિલ્મની રિલીઝની રાહ જાેઇ રહી છે. તેવામાં તેણે પોતાના લગ્ન વિશે એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરી હતી. સારાએ જણાવ્યું હતુ ંકે, ફિલ્મ અતરંગી રેમાં હું મારા મનગમતા યુવક સાથે ભાગી જતી દર્શાવામાં આવી છું. ફિલ્મમાં મારા લગ્ન ધનુષના પાત્ર સાથે નક્કી કરવામાં આવ્યા હોય છે, પરંતુ હું અક્ષય કુમારના પાત્રના પ્રેમમાં હોવાથી તેની સાથે ભાગી જાઉં છું એવું દર્શાવામાં આવ્યું છે. જાેકે તે થોડો સમય ધનુષ સાથ ેરહે છે અને પછીથી તેને એ યુવક ગમવા લાગે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં હું મારી માતા વગર રહી શકું એમ નથી. મારી સાથે લગ્ન કરનારે મારી માતાને પણ સાથે રાખવી પડશે. જાેકે અભિનેત્રીએ આ વાત થોડી હળવી પળોમાં કરી હતી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, પિતા સૈફે સારા અને ઇબ્રાહિમને છોડી દીધા પછી તેઓ માતાની વધુ નજીક થઇ ગયા છે. સારા એક પુત્રી હોવાને કારણે માતાનો સપોર્ટ બનવાની સાથેસાથે વધુ નજીક આવી ગઇ છે. કહેવાય છે કે, સારા દરેક બાબતે તેની માતાની સલાહ લે છે. તેમજ સારાના કામમાં માતા અમૃતા સિંહ નાની નાની વાતોમાં રસ લેતી હોય છે.

Sara-Ali-Khan-Mother.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *