Maharashtra

સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટનીની ફિલ્મ યોદ્ધામાં સાથે જાેવા મળશે

મુંબઈ
અગાઉ આ ફિલ્મ શાહિદ કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ ધર્મા પ્રોડક્શન સાથેના કેટલાક અણબનાવને કારણે શાહિદે આ ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર કરવામાં આવી અને તેણે આ ફિલ્મ માટે હા પાડી.બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ પોતાની ફિલ્મ યોધાની જાહેરાત કરી છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ગુસ્સાવાળા લુકમાં જાેવા મળશે. કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ ધર્મા હેઠળ બની રહેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રીની હવે જાહેરાત કરવામાં આવી છે. કરણ જાેહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દિશા પટણી અને રાશિ ખન્ના જાેવા મળશે. કરણે આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેણે ફિલ્મ સાથે જાેડાનાર અગ્રણી અભિનેત્રી વિશે માહિતી આપી છે. કરણ જાેહરે લખ્યું- અહીં યોદ્ધાની તેજસ્વી અને પ્રતિભાશાળી મહિલા લીડ છે. સુંદર, ર્નિભય અને મોહક દિશા પટની, પરિવારમાં આપનું સ્વાગત છે. રાશી ખન્ના સાથે જે ભૂમિકામાં પોતાની નિર્દોષતા અને સ્પાર્ક મૂકે છે. યોદ્ધા ૧૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દિશા પટનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મ સાથે જાેડાવાની માહિતી આપી છે. આ એક્શનથી ભરપૂર પ્રવાસમાં જાેડાઈને ખૂબ આનંદ થયો. હું ટેક ઓફ માટે તૈયાર છું દોસ્તો. યોદ્ધા ૧૧ નવેમ્બર ૨૦૨૨ રિલીઝ થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર એક્શન ફિલ્મથી ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ શેરશાહ સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. હવે તે યોદ્ધામાં ફરીથી એક્શન કરતી જાેવા મળશે. જેની ચાહકો રાહ જાેઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *