મુંબઈ
મેન્યુઅલ લોકાટેલીએ છેલ્લી મિનિટોમાં કરેલા ગોલની મદદથી જુવેન્ટ્સે ઇટાલિયન ફૂટબોલ લીગ સિરી-એમાં ટોરિનોને ૧-૦થી પરાજય આપ્યો હતો. મેચ ગોલવિહોણી રહીને ડ્રો તરફ આગળ વધી રહી હતી ત્યારે લોકાટેલીએ ૮૬મી મિનિટે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. જુવેન્ટ્સે સાત મેચમાં આ ત્રીજાે વિજય મેળવ્યો છે અને તે ૧૧ પોઇન્ટ સાથે આઠમા ક્રમે પહોંચી ગઇ છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ટર મિલાને સોસુઓલોને ૨-૧થી હરાવીને નેપોલી બાદ બીજું સ્થાન મેળવ્યું છે. સોસુઓલો માટે ડોમેનિકો બેર્રાડીએ ૨૨મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. એડિન જેકોને મેદાનમાં ઉતારવાની સાથે જુવેન્ટ્સે ૫૮મી મિનિટે ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો. ર્માટિનેઝે ૭૮મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમનો વિજય નિિૃત કરી લીધો હતો.
