મુંબઈ
હાલ તોઇબ્રાહિમને હીરો તરીકે ડેબ્યુ કરવાની કોઇ યોજના નથી. તે ફિલ્મ મેકિંગ શીખવા માંગતો હોવાથી તે કરણ જાેહરનો સહાયક બન્યો છે. જેથી તેને નવા પાઠ શીખવા મળે. હાલ ઇબ્રાહિમનું ભણતર ચાલુ છે ત્યાં સુધી તેણે અભિનય ક્ષેત્રમાં કામ કરવું કે પછી કેમેરાની પાછળ રહીને કામ કરવું એ ર્નિણય પછી લેશે. કરણ જાેહરની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે. સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન બોલીવૂડમાં ઝંપલાવી રહ્યો છે. જાેકે તે રૂપેરી પડદે અભિનય ન કરતા સહાયક દિગ્દર્શકથી પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યો છે. સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ઇબ્રાહિમ કરણ જાેહરની આવનારી ફિલ્મ રોકી ઔર કાનીમાં આસિસટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. તે કરણ જાેહર સાથે કામ કરવાની સાથેસાથે વાતો કરે છે, પોતાના વિચારો વ્યક્ત કરીને શેર કરે છે તેમજ પોતાના શમણા વિશે પણજણાવે છે. એક પિતાએ પોતાના પુત્ર વિશે લાગણીસભર થઇને વધુમાં કહ્યું હતું કે, ઇબ્રાહિમની કારકિર્દીની શરૂઆત તે હૃતિક રોશનની કારકિર્દીની માફક થાય તેવીઇચ્છા છે. ઋતિક રોશને બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી તેવી જ રીતે ઇબ્રાહિમ પણ દર્શકો પર છવાઇ જાય.
