મુંબઈ,
બીસીસીઆઇએ આવતા વર્ષે યોજાનારી આઈપીએલમાં જાેડાનારી અમદાવાદ અને લખનઉની ફ્રેન્ચાઈઝીને ટીમ બનાવવામાં મદદ મળે તે માટે ખાસ નિયમ બનાવ્યો છે. આઇપીએલની હાલની આઠ ફ્રેન્ચાઈઝીઓએ પડતા મૂકેલા ખેલાડીઓમાંથી નવી આવનારી ટીમો મહત્તમ ત્રણ-ત્રણ ખેલાડીને હરાજી પહેલા જ પોતાની ટીમ માટે પસંદ કરી શકશે. પસંદ થનારા મહત્તમ ત્રણમાંથી બે ભારતીય અને એક વિદેશી પ્લેયર હોવો જાેઈએ. જાે નવી આવનારી ફ્રેન્ચાઈઝી ત્રણથી ઓછા ખેલાડીઓને પસંદ કરવા ઈચ્છે તો તે તેમના પર આધારિત છે.મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફર્સ્ટ પ્લેયર તરીકે કેપ્ટન રોહિત શર્મા રૃપિયા ૧૬ કરોડમાં રિટેન થયો હતો. જ્યારે બીજા રિટેન પ્લેયર તરીકે બુમરાહ, ત્રીજા રિટેન પ્લેયર તરીકે સુર્યકુમાર યાદવ અને ચોથા રિટેન પ્લેયર તરીકે પોલાર્ડ હતો. આ સાથે મુંબઈએ હાર્દિક પંડયા, ઈશાન કિશન, ડી કૉક, નીશમ તેમજ બોલ્ટ જેવા ક્રિકેટરોને પડતા મુક્યા હતા.કોલકાતા નાઈટ રાઈડર્સે રસેલને ફર્સ્ટ પ્લેયર તરીકે રિટેન કર્યો હતો. જેને રૃા. ૧૨કરોડમાં રિટેન કર્યો હતો. જાેકે તેમના પર્સમાથી તો રૃા. ૧૬ કરોડ જ કપાશે. જ્યારે બીજા પ્લેયર તરીકે વરૃણ ચક્રવર્થી, ત્રીજા પ્લેયર તરીકે વેંકટેશ ઐયર અને ચોથા પ્લેયર તરીકે નારાયણને રિટેન કર્યા હતા. કેપ્ટન મોર્ગનની સાથે ઓસ્ટ્રેલિયન ફાસ્ટર કમિન્સ, ઓપનર ગિલ, ન્યુઝીલેન્ડના ફર્ગ્યુસન અને સાઉથી, હરભજન સિંઘ, શાકિબ જેવા ક્રિકેટરોને પડતા મૂકાયા હતા.દિલ્હી કેપિટલ્સે કેપ્ટન રિષભ પંતને રૃપિયા ૧૬ કરોડમાં ફર્સ્ટ પ્લેયર તરીકે રિટેન કર્યો હતો. જ્યારે ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને બીજા પ્લેયર તરીકે ૯ કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. પૃથ્વી શૉ અને નોર્ટ્જે પણ રિટેન થયા હતા. જાેકે દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર, ઓપનર શિખર ધવન, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઓલરાઉન્ડર સ્ટોઈનીસ તેમજ ફાસ્ટર રબાડાને તેમજ અશ્વિનને રિટેન કર્યા હતા. ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા તેમજ હેતમાયરને પણ પડતા મૂકવામાં આવ્યા હતા.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. કેપ્ટન્સી છોડી ચૂકેલા કોહલીને બેટ્સમેન તરીકે ફર્સ્ટ રિટેન પ્લેયર તરીકે જાહેર કર્યો હતો. જેના કારણે તેની રિટેનર ફી રૃપિયા ૧૫ કરોડ થઈ હતી. કોહલી બાદ બીજા ક્રમે મેક્સવેલ અને ત્રીજા ક્રમે સિરાજને રિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે બેંગ્લોર તરફથી શાનદાર દેખાવ કરનારા પડિક્કલને પડતો મૂકવામાં આવ્યો હતો. બેંગ્લોર કદાચ ઐયરને હરાજીમાં ખરીદીને કેપ્ટન બનાવી શકે. તેમણે ચહલ, હસારંગા, જેમીસન તેમજ વોશિંગ્ટન સુંદરને પડતા મૂક્યા હતા. ડી વિલિયર્સ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યો છે.ચેન્નાઈ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે રવિન્દ્ર જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૃા. ૧૬ કરોડમાં રિટેન કર્યો હતો. જ્યારે ધોની બીજા પ્લેયર તરીકે રૃપિયા ૧૨ કરોડમાં રિટેન થયો હતો. ચેન્નાઈએ રૈનાની સાથે ડુ પ્લેસીસ, સેમ કરન, બ્રાવો, હેઝલવૂડ, રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર અને તાહીરને પડતા મૂક્યા હતા. જે હવે અન્ય બે ટીમો સમક્ષ પસંદગી માટે મુકાશે અને જેમની પસંદગી નહી થાય તે હરાજીમાં જશે. સનરાઈઝર્સ હૈદરાબાદે કેપ્ટન વિલિયમસનની સાથે અનકેપ્ડન પ્લેયર અબ્દુલ શમદ અને ઉમરાન મલિકને રિટેન કર્યા હતા. જ્યારે અપેક્ષા પ્રમાણે ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નર તેમજ ઈંગ્લેન્ડના બેટ્સમેન બેરસ્ટોને પડતા મૂક્યા હતા. ટી-૨૦ના દિગ્ગજ સ્પિનર રાશિદની સાથે ભારતીય ફાસ્ટર ભુવનેશ્વર કુમાર, વિન્ડિઝના ઓલરાઉન્ડર હોલ્ડર, જેસન રોય તેમજ મનીષ પાંડેને પડતા મૂકવામાં આવ્યા હતા. પંજાબ કિંગ્સે ઓપનર મયંક અગ્રવાલને રૃપિયા ૧૨ કરોડમાં રિટેન કર્યો હતો. જ્યારે અનકેપ્ડ પ્લેયર અર્ષદીપ સિંઘ પણ રિટેન થયો હતો. પંજાબે સૌથીઓછા માત્ર બે જ ખેલાડીઓને રિટેન કર્યા હતા. આ સાથે પંજાબે મોહમ્મદ શમી, ઈન ફોર્મ સાઉથ આફ્રિકન માર્કરામ, વિન્ડિઝના પૂરણ અને ગેલને તેમજ ઈંગ્લેન્ડના રાશિદ જેવા સ્ટારને પડતામૂક્યા હતા. રાજસ્થાન રોયલ્સે ફર્સ્ટ પ્લેયર તરીકે કેપ્ટન સંજુ સેમસનને રૃપિયા ૧૪ કરોડમાં રિટેન કર્યો હતો. જ્યારે બટલર બીજા અને જયસ્વાલ ત્રીજા પ્લેેયર તરીકે રિટેન થયા હતા. ક્રિકેટમાં પુનરાગમનની તૈયારી કરી રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સ્ટોક્સ અને ફાસ્ટર આર્ચરને પડતા મૂક્યા હતા. આ સિવાય લુઈસ, લિવિંગસ્ટન, ક્રિસ મોરિસ, સાઉથ આફ્રિકન સ્પિનર શમ્સી, એન્ડ્રૂ ટાય તેમજ ઉનડકટને રિટેન કરવામાં આવ્યા નહતા.
