Maharashtra

૧૬ વર્ષની ઉંમરે વેટ્રેસનું કામ કરતી હતી ઃ નોરા

મુંબઈ
બોલિવૂડમાં પોતાના ધીરે ધીરે મજબૂત સ્થાન બનાવનારી અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં એક કૂકિંગ રિયાલિટી શોમાં હાજરી આપીને પોતાના કેરિયરના શરૃઆતના દિવસોમાં તે કેવી રીતે એક હોટેલમાં વેટ્રેસનું કામ કરતી હતી તે વિશે જણાવ્યું હતું. નોરા ફતેહીએ કહ્યું કે ૧૬ વર્ષની ઉંમરે હું કેનેડામાં વેટ્રેસનું કામ કરતી હતી. મેં બે વર્ષ સુધી વેટ્રેસનું કામ કયુંર્‌ છે. વેટ્રેસનું કામ ઘણું અઘરું હોય છે. જેના માટે તમારે તેજ રહેવું પડે છે. તમારી પાસે કોમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી અને સારી યાદશક્તિ હોવી ખૂબ જરૃરી છે. ઘણીવાર કસ્ટમર સ્વાર્થી હોઈ શકે છે પરંતુ તમારે આ પરિસ્થિતિને હેન્ડલ કરવાની આવડત કેળવવી ખૂબ જરૃરી છે. વેટ્રેસનું કામ મારા માટે પાર્ટટાઈમ વર્ક હતું. આ ખરેખર તો કેનેડાનું કલ્ચર છે. કેનેડામાં તમે સ્કૂલ સમયે પણ કામ કરી શકો છો. મારા કેરિયરની શરૃઆતના આ દિવસો મારી લાઈફને આગળ લઈ જવામાં ખૂબ મદદરૃપ સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં પોતાના બેલે ડાન્સને લીધે સ્થાન મેળવનાર નોરા ફતેહી પાસે હાલ બોલિવૂડની ટોચની ફિલ્મોની ઓફરો છે.

NORA-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *