મુંબઈ
આઇપીએલમાં સામેલ થનારી બે નવી ટીમોની જાહેરાત ૨૫મી ઓક્ટોબરે થશે. આ જાહેરાત ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલાના એક દિવસ બાદ કરાશે. ત્યારબાદ ૨૦૨૩થી ૨૦૨૭ની સિઝન માટેના મીડિયા અધિકારના ટેન્ડર બહાર પાડવામાં આવશે.આઇપીએલની સંચાલન સમિતિએ લીગ તબક્કાની અંતિમ બે મેચો એક સાથે એક જ સમયે બે અલગ અલગ મેદાન ઉપર સાંજે ૭ઃ૩૦ કલાકે રમાડવાનો ર્નિણય કર્યો છે. સામાન્ય રીતે ડબલ હેડરમાં પ્રથમ મુકાબલો બપોરે ૩ઃ૩૦ કલાકે અને બીજાે સાંજે ૭ઃ૩૦ કલાકે રમાતો હોય છે. માનવામાં આવી રહ્યું છે કે, બીજા મુકાબલામાં કોઈ ટીમને પ્લે ઓફમાં સ્થાન મળે તેવી કોઈ ગોઠવણી ના થાય તે રીતે સંચાલન સમિતિએ ફૂટબોલઔસ્ટાઇલમાં છેલ્લી બે મેચો રમાડવાનું નક્કી કર્યું છે. બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, આઇપીએલના ઇતિહાસમાં પ્લે ઓફ પહેલાંની છેલ્લી બે મેચો એક સાથે રમાશે. કાર્યક્રમ મુજબ છેલ્લી બે મેચમાં પ્રથમ મુકાબલો હૈદરાબાદ અને મુંબઇનો છે અને બીજાે બેંગ્લોર તથા દિલ્હી વચ્ચેનો છે.