મુંબઈ
પાકિસ્તાને ૧૯.૫ ઓવરમાં જીત મેળવી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે છ રનની જરૂર હતી. જ્યારે સુકાની મોહમ્મદ હાફીઝ ક્રિઝ પર હતો ત્યારે તે આસાન લાગતું હતું, જાેકે ઝદરાને ચુસ્ત બોલીંગ કરીને તેને આસાન થવા દીધું ન હતું. તેણે આ ઓવરમાં કોઈ બાઉન્ડ્રી જવા દીધી ન હતી, પરંતુ વધારાના રન આપીને તેણે કામ બગાડ્યું હતું. ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનને એક રનની જરૂર હતી અને ઝદરાને નો બોલ ફેંક્યો અને પાકિસ્તાન આ સાથે જીતવામાં સફળ રહ્યું. કેપ્ટન હાફીઝ ૪૨ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેના સિવાય અહેમદ શહજાદે ૩૫ રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય ઉમર અકમલે ૨૮ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબી, દૌલત ઝદરાન અને સમીઉલ્લાહ શિનવારીએ એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાન ેંછઈ ને પોતાનું બીજું ઘર માને છે. તે અહીંના મેદાન પર તેના ટ્રેક રેકોર્ડને સર્વશ્રેષ્ઠ માને છે. પરંતુ આજે તે જે અફઘાનિસ્તાનનો સામનો કરી રહ્યો છે તેનો રેકોર્ડ તેના કરતા સારો છે. ેંછઈમાં રમાયેલી ૩૮ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાને ૨૪ મેચ જીતી છે. બીજી તરફ અફઘાનિસ્તાન પર નજર કરીએ તો તેનો ટ્રેક રેકોર્ડ વધુ સારો દેખાય છે. અફઘાનિસ્તાને ૩૪ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાંથી ૨૭ મેચ જીતી છે.જાે આ બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો આ મેચ પહેલા બંને ટીમો માત્ર એક જ વખત ્૨૦માં સામસામે આવી છે. ત્યારે છેલ્લી ઓવરમાં પાકિસ્તાને જીત મેળવી હતી. આજે જ્યારે અફઘાનિસ્તાન મેદાનમાં ઉતરશે ત્યારે તેના મનમાં જૂની હારની યાદ હશે અને તે તેનો બદલો લેવા માંગશે. આજની મેચ પહેલા બંને ટીમો ૨૦૧૩માં આમને સામને આવી હતી. આ મેચ શારજાહમાં રમાઈ હતી. તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૧૩ હતી. આ મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. તેઓએ અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું. તમને જણાવી દઇએ કે છેલ્લી ઓવરમાં તે મેચમાં પાકિસ્તાનને કેવી રીતે જીત મળી અને તે મેચમાં શું થયું. આ મેચ તે સમયે બંને દેશો વચ્ચે રમાયેલી સીરિઝની એકમાત્ર ્૨૦ મેચ હતી, જેમાં બંને ટીમો માત્ર જીત ઇચ્છતી હતી પરંતુ આ જીત પાકિસ્તાનના હિસ્સામાંથી આવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી હતો. તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. મોહમ્મદ શહજાદ અને નવરોઝ મંગલ અનુક્રમે બે અને એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી અસગર અફઘાન, નજીબુલ્લાહ ઝદરાન, નબીએ ટીમની કમાન સંભાળી અને નાનું યોગદાન આપ્યું. અફઘાને ૧૫ રન બનાવ્યા હતા. ઝદરને ૩૮ રન અને નબીએ પણ ૧૫ રન બનાવ્યા હતા. અંતે મીરવાઈઝ અશરફે અણનમ ૨૮ રન બનાવી ટીમને ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૩૭ રનના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. પાકિસ્તાન તરફથી જુનૈદ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. સોહેલ તનવીરે બે સફળતા હાંસલ કરી હતી. ઝુલ્ફીકાર બાબર, બિલાબલ ભટ્ટી, શાહિદ આફ્રિદીને એક-એક વિકેટ મળી હતી.
