Odisha

આંધ ઓડિશામાં ભારે વરસાદની આગાહીથી એલર્ટ

ઓડિશા
આંધ્રપ્રદેશમાં જવાદને કારણે બે દિવસ શાળા-કોલેજાે બંધ રહેશે. તે ઉપરાંત ચોથી અને પાંચમી ડિસેમ્બરે રવાના થનારી ૬૫ ટ્રેનો રદ્‌ કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં બે દિવસ દરમિયાન કુલ ૯૫ ટ્રેનો રદ્‌ થશે. સૌથી પહેલાં આંધ્રપ્રદેશના કિનારે વાવાઝોડું ત્રાટકશે. ત્યારબાદ ઓડિશા તરફ આગળ વધશે અને ત્યાંથી પશ્વિમ બંગાળ પહોંચતા પહોંચતા વિખેરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાવાઝોડાં સામે લડવા માટે જે તૈયારી થઈ છે તેની સમીક્ષા કરી હતી. વાવાઝોડાંથી પ્રભાવિત થનારા રાજ્યોના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તે ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડીજી અતુલ કરવાલે જણાવ્યું હતું કે વાવાઝોડાંથી પ્રભાવિત થનારા ત્રણેય રાજ્યોમાં ૬૪ ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડું ત્રાટકશે તે સાથે જ ૪૬ ટીમ રાહત કામગીરીમાં લાગી જશે. એ પછી જરૃર પડશે તો અન્ય ૧૮ ટીમોને મેદાનમાં ઉતારાશે.બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તટવર્તીય રાજ્યોમાં વાવાઝોડું ત્રાટકશે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ૪થી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે વાવાઝોડું જવાદ ત્રાટકશે. તેના કારણે આ રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરીને બચાવ ટૂકડીઓને તૈનાત રાખવામાં આવી છે. શાળા-કોલેજાે બે દિવસ માટે બંધ રહેશે. જવાદ વાવાઝોડું ત્રાટકશે તેની ભીતિ વચ્ચે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં એલર્ટ જાહેર કરીને બચાવ ટૂકડીઓને તૈનાત રાખવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી થઈ છે. બંગાળની ખાડીમાંથી ત્રાટકનારું વાવાઝોડું ખૂબ જ ભયાનક બને તેવી શક્યતા છે. શરૃઆતમાં ૪થી ડિસેમ્બરની સાંજે ૫૦થી ૫૫ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. એ પછી મોડી રાત સુધીમાં હવાની તીવ્રતા ૧૦૦ કિલોમીટર પ્રતિકલાક થઈ જશે. પાંચમી ડિસેમ્બરે તોફાન કાંઠે ત્રાટકશે અને વિનાશ વેરે એવી શક્યતા હોવાથી તટવર્તી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તાકીદ કરવામાં આવી છે.

Odisa-rain-Alart.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *