અમૃતસર
જમ્મુ કાશ્મીરના બડગામમાંથી લશ્કરે તોયબાનો એક આતંકી ઝડપાયો છે. અહીંના પોશકર વિસ્તારમાં બાતમીના આધારે સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન લોંચ કર્યું હતું. જે દરમિયાન જ આ આતંકી ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા આ આતંકીનું નામ અબ હમીદ નાથ છે. ફેબુ્રઆરી ૨૦૨૧થી નાથ એક એક્ટિવ આતંકી રહ્યો. જે અનેક હુમલામાં પણ સામેલ હતો. દરમિયાન પંજાબમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે. સાથે જ ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન પણ આતંકીઓ મોટા હુમલાને અંજામ આપે તેવી શક્યતાઓ છે.ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી ઇનપૂટ મળ્યા છે કે પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇ ક્રિસમસની આસપાસ ગ્રેનેડ કે ટિફિન બોમ્બથી હુમલો કરાવવાની ફિરાકમાં છે. આ બોમ્બને મોકલવા માટે આઇએસઆઇ તસ્કરો કે ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. ડિસેંબર મહિનામાં ઠંડી વધવાની આડમાં આતંકીઓ પણ સરહદ પાર કરવાની ફિરાકમાં હોવાના ઇનપુટ મળ્યા છે. બીજી તરફ પકડાયેલા આતંકીઓએ પોલીસ સમક્ષ સ્વિકાર કર્યો છે કે આઇએસઆઇ આતંકિઓના માધ્યમથી નવા વર્ષ અને ચૂંટણીમાં કોઇ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે પુરી યોજના પણ ઘડી કાઢવામાં આવી છે. એટલુ જ નહીં ુપાકિસ્તાન ડ્રોનના માધ્યમથી ગ્રેનેડ તેમજ વિસ્ફોટક પહોંચાડવા લાગ્યું છે. જેને પગલે સરહદે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલીક વિસ્ફોટક સામગ્રી પોલીસે સરહદેથી જપ્ત પણ કરી લીધી છે.


