પંજાબ
કેપ્ટન સાડા નવ વર્ષ પંજાબના સીએમ રહ્યા છે અને તેમને કોંગ્રેસે બહુ સન્માન આપ્યુ છે. દેશમાં લોકશાહી બચાવવાની છે ત્યારે તેમણે કોઈનાથી દોરવાઈ જવુ જાેઈએ નહીં. રાવતે સિધ્ધુને દેશભક્ત ગણાવીને કહ્યુ તહુ કે, સિધ્ધુ રાષ્ટ્રવાદી છે અને આ માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે દેશ અને પંજાબની સેવા કરી છે.પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે રાજ્યના પ્રભારી અને કોંગ્રેસના નેતા હરિશ રાવતે નવજાેત સિધ્ધુના ભરપૂર વખાણ કર્યા છે અને કેપ્ટન અમરિન્દરસિંહ પર માછલા ધોયા છે. રાવતે કહ્યુ હતુ કે, કેપ્ટન જે પ્રકારના નિવેદન આપી રહ્યા છે તે જાેતા લાગે છે કે તેઓ દબાણમાં છે. પંજાબના લોકો અને ખેડૂતો ભાજપને રાજ્ય વિરોધી માને છે ત્યારે ભાજપ અમરિન્દરસિંહનો ઉપયોગ કરવા માંગે છે. હાલના મુશ્કેલ સમયમાં કેપ્ટને સોનિયાગાંધી સાથે ઉભા રહેવાની જરૂર હતી. હું ફરી કહેવા માંગુ છું કે, કેપ્ટન અમરિન્દરસિંહે અત્યાર સુધી જે વાતો કરી છે તેના પર ફરી વિચાર કરે અને ભાજપ જેવી ખેડૂત વિરોધી પાર્ટીને સીધી કે આડકતરી રીતે મદદ ના કરે.