ખેડુત આંદોલનમાં ભાગ લેનારા ૬૦ વર્ષના સતનામ સિંહ રવિવારથી સૂઈ નથી શકતા. ઓક્ટોબર ૩ના દિને લખીમપુરમાં માર્યા ગયેલા ચાર ખેડૂતો પૈકી તેનો ૨૦ વર્ષનો પુત્ર પણ માર્યો ગયો હતો. તેના મરણોન્મુખ શબ્દોઃ ”દોડો, હું મરી રહ્યો છું” તે હજી સતનામના કાનમાં ગુંજી રહ્યા છે. રવિવારે બનેલી તે દુર્ઘટના અંગે વાત કરતાં સતનામને ડુમો ભરાઈ જતો હતો. તેણે ગળગળા અવાજમાં કહ્યું કે, ”તે દિવસ અન્ય દિવસો સમાન જ હતો. લવપ્રીત તો ઘણાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતો જ હતો. તે રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહ્યો હતો. પરંતુ તે મૃત્યુ સુધી લઈ જશે તેની કોને ખબર હતી? ધોરી માર્ગમાં તેની ઉપર કાર ફરી વળી ત્યારે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તે બોલ્યોઃ ”દોડો, હું મરી રહ્યો છું. ત્યારે તેનો અવાજ પણ ધૂ્રજારી ભર્યો હતો.” ”તુર્ત જ હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ માર્ગમાં જ તેનું મૃત્યુ થયું. હોસ્પિટલ સુધી પહોંચી જ શક્યા નહીં. ‘આટલું’ કહેતાં સતનામ સિંહને ડૂમો ભરાઈ ગયો. લવપ્રીતનાં બહેન અમરપ્રીત કૌરનું કહેવું છે કે ‘અમારે, ન્યાય જાેઈએ છે વળતર નથી જાેઈતું.’ આ ઉપરાંત લવપ્રીતના કુટુમ્બી જનોનો દાવો છે કે, મંત્રી અજય મિશ્રાના પુત્રની મોટર લવપ્રીત ઉપર ફરી વળ્યા પછી તેને ગોળીથી ઠાર મારવામાં આવ્યો હતો.” આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બીજા ત્રણ ખેડૂતોનાં નામ આ પ્રમાણે છે કે જેમને આજે (બુધવારે) અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. (૧) લવપ્રીત સિંહ, (૨) નરછતરસિંહ (૬૦), અને (૩) દલજીતસિંહ (૩૫), જ્યારે ચોથા માર્યા ગયેલા ગુરવિંદર સિંઘ (૧૯)નું ફરી પોસ્ટમોટર્મ કરવા કુટુમ્બીજનોએ આગ્રહ રાખતાં તેમને અગ્નિદાહ અપાયો ન હતો. તેના કુટુમ્બીજનોનું કહેવું છે કે, ગુરવિંદર ગોળી વાગવાથી મૃત્યુ પામ્યો હતો નહીં કે કચડાઈ જવાથી. આથી ઉ.પ્ર. સરકારે નવું મેડીકલ બોર્ડ રચી ફરી પોસ્ટમોર્ટમ કરવાનો ર્નિણય લીધો હતો.