પંજાબ
પંજાબમાં હાઈ લેવલની બેઠકમાં ચન્નીના પુત્ર રિદમસિંહ પણ હાજર હોવાના કારણે ઘણા સવાલો ઉભા થયા છે.સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો ફરતી થઈ ગઈ છે.જેને લઈને વિવાદ વધી રહ્યો છે.ભાજપે આ મુદ્દાને લઈને રાજ્ય સરકાર પર હુમલો કરતા કહ્યુ છે કે, ચન્ની ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકયા છે અને તેમને નિયમો અંગે જાણકારી છે.સિનિયર બ્યુરોક્રેટસે પણ આ બાબતે ચૂપ્પી સાધી લીધી હતી તે દુખની વાત છે.પંજાબના નવા સીએમ ચરણજીતસિંહ ચન્નીએ તાજેતરમાં જ રાજ્યના પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને કેબિનેટના મંત્રીઓ સાથે એક ગુપ્ત મિટિંગ કરી હતી. આ મિટિંગમાં ચન્નીનો પુત્ર રિદમસિંહ પણ હાજર હોવાના પગલે રાજ્યમાં હોબાળો મચી ગયો છે.આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી.