પંજાબ
યુપીના લખીમપુરમાં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે ટકરાવ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જે બાદ સમગ્ર રાજ્યમાં હંગામો ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતને લઈને ખેડૂતોના વિરોધ દરમિયાન આ હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને સાંસદ અજયકુમાર મિશ્રાના વતન ગામ બબીરપુરમાં મૌર્યની મુલાકાતના વિરોધમાં ખેડૂતો ત્યાં ભેગા થયા હતાલખીમપુર હિંસા કેસમાં પંજાબ સરકારના નાગરિક ઉડ્ડયન નિયામકે ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને પત્ર લખ્યો છે. નિયામકે અવસ્થીને જાણ કરતા પત્ર લખ્યો છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની લખીમપુર ખેરીની મુલાકાત લેવા માંગે છે. તેથી, તેના હેલિકોપ્ટરને ત્યાં ઉતરવાની મંજૂરી આપવી જાેઈએ. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, ‘ખેડૂતોના પરિવારો સાથે એકતા દર્શાવતા, હું દુઃખની આ ઘડીમાં મારા ભાઈઓ અને બહેનો સાથે રહેવા માટે લખીમપુર ખેરી જઈ રહ્યો છું. મેં યુપી સરકાર પાસેથી હેલિકોપ્ટરને સ્થળ પર ઉતારવાની પરવાનગી પણ માંગી છે.