Punjab

પંજાબમાં જ કૃષિ-આંદોલન આટલું તીવ્ર કેમ ?

પંજાબ
૨૦૨૨ની જે પાંચે રાજ્યોમાં, વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાં ભાજપને ભીંસ તો પડશે જ વિશેષતઃ ઉત્તર પ્રદેશ મોંઘુ પડે તેમ છે. તો ૨૦૨૪ સુધીમાં વિપક્ષો એક થઈ જશે તો ભાજપ સત્તા પરથી દૂર પણ થઇ શકે, આમ એક જ ઘટનાના કેટલા બધા પ્રતિઘોષો પડી શકે તેમ છે તે ભાજપના નેતાઓ વિચારી શકતાં નહીં હોય ? અરે ! કોઈ કાનુન જનતાના હિતમાં હોય છતાં પણ જનતાને તે સ્વીકાર્ય ન હોય અને તેથી અશાંતિ સર્જાય. તો તે કાનૂન પડતો મુકવામાં નાનમ શી છે ? અરે રદ્‌ કરવામાં પણ નાનમ શી છે ? પરંતુ સત્તાનો મદ નડે છે તેવું લાગી રહ્યું છે. હા ! તેની એક અસર તે પણ થશે કે, પંજાબ દ્વારા ભારતને બોટલ-નેક કરવાની કેટલાક દેશોની ચાલ નિષ્ફળ જાય. તે સૌથી મહત્વનો મુદ્દો છે. સંભવ છે કે આ ખેડૂતોને તો તે ચાલબાજીની ખબર જ નહીં હોય કે વિપક્ષી નેતાઓએ પણ તે વિષે ઊંડાણથી વિચાર્યું પણ નહીં હોય. પરંતુ જેમને ભારતનું તંત્ર ચલાવવું છે તેમણે તો તે વિચારવું જાેઈએ.પંજાબમાં જે કૈં બન્યું અને બની રહ્યું છે તે અક્ષમ્ય જ છે. તેના છાંટા હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ઉડયા છે. પંજાબમાં તો કૃષિ કાનુનો સામેનો વિરોધ અસામાન્ય સ્તરે પહોંચી ગયો છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ અડીને બેઠી છે. તે કૃષિ કાનુનો પાછા ખેંચવા માંગતી જ નથી. કેટલાક નિરીક્ષકોનું તો તેમ પણ કહેવું છે કે, આ આંદોલનો પાછળ ચીન અને પાકિસ્તાનનો પણ હાથ હોવા સંભવ છે. તે બંને પંજાબમાં બોટલ-નેક કરી કાશ્મીરને ભારતથી છૂટું પાડી દેવા માગે છે. તો કેટલાક ભીન્દ્રાનવાલેએ ચગાવેલા આંદોલનની યાદ આપતાં સ્વતંત્ર-પંજાબ – ખાલિસ્તાન-નાં આંદોલન દ્વારા. ભારતથી પંજાબ સ્વતંત્ર કરી કાશ્મીર સુધી કેન્દ્ર સરકાર પહોંચી જ ન શકે તેવાં પ્રચંડ કાવતરાં સાથે આ આંદોલનને સરખાવે છે. આપણે વર્તમાન આંદોલનમાં વિદેશી હાથ હોવાની વાત ન સ્વીકારીએ પરંતુ તે સાથે પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે કે, માત્ર પંજાબમાં જ આંદોલન આટલું તીવ્ર શા માટે છે ? કૃષિ કાનુન તો દેશભરમાં સમાન રીતે લાગુ પડવાનો છે. અરે ! ભાજપ અને કેન્દ્રની ભાજપ સરકારનાં કટ્ટર- વિરોધી તેવાં મમતા બેનર્જીના શાસન નીચેનાં રાજ્યમાં પણ આવું (કૃષિ કાનુન-વિરોધી) આંદોલન નથી. કેરલ કે જે ભાજપનું કટ્ટર વિરોધી છે. ત્યાં કેમ તીવ્ર આંદોલન થતું નથી ? બીજી તરફ ગુજરાતની વાત લઈએ તો કોઈ તેની ચર્ચા પણ કરતું નથી. સિવાય કે, થોડા વિપક્ષી નેતાઓ. આનો અર્થ તેવો પણ ન થઈ શકે કે આ કાનુનો સામે તદ્દન નિરર્થક વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસનાં શાસન સુધી તેવો કાનુન હતો કે જે વંશ પરંપરાગત રીતે ખેડૂત હોય તે જ ખેતી-લાયક જમીન ધરાવી શકે. શ્રીમંતો, ખેડૂતની જમીન સીધી રીતે ખરીદી ન શકે. તેને ખેતી કરવી જ હોય, તો પણ તેણે મૂળ ખેડૂતને ‘ભાગીયા’ તરીકે રાખવો જ પડે. તે ખેડૂત ભાગીયો બની રહે. નોકર નહીં. આ બધું એક તરફ મુકી અમેરિકન-મોડેલ ઉપર વિશાળ ખેતરો થાય તો ખેતરો વચ્ચેની વાડો દૂર થઈ જાય અને તે દ્વારા લાખ્ખો એકરની ખેતી લાયક જમીન છૂટી થાય. કૃષિ ઉત્પાદન પણ વધે. વળી શ્રીમંતો, જરૂરી તેવાં મોંઘા યંત્રો વસાવી શકે. મોઘું રાસાયણિક ખાતર પણ ખરીદી શકે અને સિંચાઈ માટે મેળવવામાં આવતાં પાણી માટેનો ચાર્જ પણ ચૂકવી શકે. વાત સાચી છે, પરંતુ અહીં માનસિકતાનો પ્રશ્ન વિચારણીય છે. આમ કરવાથી ખેડૂત જમીનનો માલિક મટી તે જ જમીનમાં નોકર બની રહે. આથી કૃષિ કાનુનોની કેટલીક કલમો સામે વાંધો હોય, તો તે કલમો દૂર કરવા સરકારે ખાતરી આપી હતી અને તે પ્રમાણે કર્યું પણ ખરૂં છતાં તે કાનુનો જ દૂર કરવાની માગણી ઉપર ખેડૂતો અડીને ઊભા છે. મુખ્યત્વે પંજાબના ખેડૂતોનો તો તે માટે દુરાગ્રહ પણ છે. આ તક વિપક્ષોએ ઝડપી લીધી છે. એવું લાગે છે કે, તેઓએ કૃષિ કાનુનોનો ઊંડાણથી અભ્યાસ જ કર્યો નહીં હોય. આ યોગ્ય નથી. આટલું તીવ્ર આંદોલન પણ યોગ્ય નથી, તે પણ સ્વીકારી લઈએ છતાં આ તબક્કે તો સરકારે જ મમત્વ છોડી દેવું જાેઈએ. અત્યારે દેશ સમક્ષ બેકારી, મોંઘવારી અને ચીન-પાકિસ્તાન- તાલિબાનના પ્રશ્નો માથે ઝઝૂમે છે, ત્યારે એક નવો પ્રશ્ન ઊભો કરવાની જરૂર શી છે. પરંતુ સત્તા અને તેમાંથી જન્મેલો અહંકાર તે કરવા દે તેમ લાગતું નથી. આ અહંકારને લીધે જ ભાજપે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્ર ગુમાવ્યું. પંજાબમાં અકાલીઓ સાથે બગાડયું. તેમાં આ ખેડૂત આંદોલન. આ આંદોલને તો વિપક્ષોને એક પ્લેટફોર્મ ઉપર આવી જવાની તક આપી. એક સમયે, ભાજપને ટેકો આપનારા ચંદ્રાબાબુ નાયડુ પણ તટસ્થ થઈ ગયા છે. ભાજપે તેનો સૌથી જૂના સાથી પક્ષ શિવસેનાનો સાથ ગુમાવી દીધો છે. સાથે, દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્ર પણ ગુમાવ્યું છે. તેમાં કૃષિ આંદોલને તો વિપક્ષોને એક પ્લેટફોર્મ ઉપર આવવાની તક પૂરી પાડી છે. તેમાં ચાર ખેડૂતો સહિત આઠ જણ મોટરની નીચે કચડાઈ ગયા પછી આશિષ મિશ્રા નાસી જઈ શેરડીના ખેતરમાં છુપાઈ ગયો. તેની ધરપકડ કરવાનું હજી પડતું મુકાયું છે. ત્યાં તે ખેડૂત કુટુંબોને આશ્વાસન આપવા ગયેલા પ્રિયંકા વાડ્રાને બંદીવાન બનાવી દીધા છે. તેથી પ્રશ્ન ઉકેલવાને બદલે વિપક્ષોની ગતિવિધિથી વધુ ગૂંચવાઈ ગયો છે. પ્રિયંકા વાડ્રા તો હીરોઇન બની ગયા છે. રાહુલ ગાંધીને લખીમપુર ખેરીમાં જવા ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવતાં, તેઓ ફરી લાઇમ-લાઇટમા ચમકી રહ્યા છે. તેમણે શિવસેનાના સંજય રાઉત સાથે મળી વિપક્ષોની એકતા માટેની યોજના ઘડવાની વાત વહેતી મુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *