પંજાબ
પંજાબમાં વિધાનસભાની ૧૧૭ બેઠકો છે એટલે કે બહુમતીનો આંકડો ૫૯ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ૭૭ બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેણે હવે પોતાની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ બનાવીને ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે.પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, રાજ્યના પક્ષના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરી અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી. આ બેઠક દરમિયાન, સાંસદોએ લુધિયાણા જિલ્લા અદાલતમાં બોમ્બ વિસ્ફોટ અને મોબ લિંચિંગની તાજેતરની ઘટનાઓ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. સોનિયા ગાંધીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ અંગે સાંસદોને તેમના મંતવ્યો પૂછ્યા. સાંસદોએ રાજ્યમાં આતંકવાદના ઇતિહાસને ટાંકીને સાંપ્રદાયિક શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની અને પટિયાલાથી કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર બેઠકમાં હાજર રહી ન હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ઉપરાંત સરકારના પડકારો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિઝન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા એક સાંસદે કહ્યું, “નેતાઓએ સૂચન કર્યું કે સરકાર અને પક્ષ વચ્ચે સંકલન સુધારવાની જરૂર છે કારણ કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ (નવજાેત સિંહ સિદ્ધુ)ના નિવેદનોને કારણે સરકારને ઘણી વખત નુકસાન થયું છે. ” આ બેઠક ત્યારે થઈ છે જ્યારે તાજેતરમાં પાર્ટી સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી અને તેમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પરિવારમાંથી માત્ર એક જ સભ્યને ટિકિટ આપશે. બુધવારે આ બેઠક બાદ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ કહ્યું હતું કે, “સ્ક્રિનિંગ કમિટીએ રાજ્યની ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી અંગે ચર્ચા કરી હતી અને રણનીતિ બનાવવામાં આવી હતી. જેમાં એક પરિવારના એક જ સભ્યને પાર્ટીની ટિકિટ આપવામાં આવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો હતો. અમૃતસરના સુવર્ણ મંદિર અને કપૂરથલાના ગુરુદ્વારામાં તાજેતરના કથિત તોડફોડના પ્રયાસો અને ત્યારબાદ પંજાબમાં બે આરોપીઓની લિંચિંગને પગલે આ બેઠક મહત્ત્વપૂર્ણ છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ ઘટનાઓને કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે ચૂંટણી પહેલા રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
