Punjab

પંજાબ કોંગ્રેસની ઉથલપાથલનો ઉકેલ શોધી શક્યા નથી

પંજાબ
કોંગ્રેસના મહાસચિવ અને પંજાબમાં પાર્ટી બાબતોના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે પંજાબમાં બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરો. સાથોસાથ, એવો આક્ષેપ કર્યો હતો કે અમિત શાહ જેવા ભાજપના નેતાઓ સાથે અમરિન્દર સિંહની નિકટતા પૂર્વ મુખ્યમંત્રીની બિનસાંપ્રદાયિક છબી પર સવાલો ઉભા કરે છે. રાવતે એમ પણ કહ્યું કે કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે વાતચીત આગળ વધી છેપંજાબમાં તાજેતરમાં નેતૃત્વ પરિવર્તન દરમિયાન, હરીશ ચૌધરીને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું અને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી. હરીશ ચૌધરી પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુ સાથે વાતચીત દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધુએ આ સપ્તાહની શરૂઆતમાં પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. દરમિયાન પંજાબ કોંગ્રેસમાં હરીશ રાવત અને પૂર્વ સીએમ અમરિંદર સિંહ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. રાવતે મહત્વના મુદ્દાઓ પર પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમરિંદર સિંહને ઠપકો આપ્યો હતો. હરિશ રાવતે અમરિંદર સિંહના આક્ષેપોને પણ સ્પષ્ટપણે ફગાવી દીધા હતા, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમરિંદર સિંહનું કોંગ્રેસમાં અપમાન થયું છે. સાથે જ અમરિંદર સિંહે પણ હરીશ રાવત પર પ્રહાર કર્યા હતા. ૧૮ સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વના કાર્યોથી તેમને “અપમાન” જેવું લાગ્યું છે. તેમણે કહ્યું કે બધાએ મારું અપમાન જાેયું છે અને છતાં રાવત તેનાથી વિપરીત દાવા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *