ચંદીગઢ
પાકિસ્તાનના પત્રકાર અરૂસા આલમ અને અમરિંદરસિંહ વચ્ચે મિત્રતા હતી. પાકિસ્તાનના આ મહિલા પત્રકારને ખુશ રાખો તો જ અમરિંદર ખુશ રહેતા હતા. આ પત્રકારને પૈસા અને ગિફ્ટ આપ્યા વગર પંજાબમાં કોઇનું પોસ્ટિંગ નહોતુ થઇ શકતું. આ આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે પંજાબના ડે. મુખ્યમંત્રી સુખજિંદર સિંઘે કહ્યું હતું કે પાક.ના પત્રકાર અને અમરિંદર પર લાગેલા આરોપોની તપાસ કરવામાં આવશે. બીજી તરફ પંજાબના નેતા નવજાેતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે કેપ્ટન અમરિંદર જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે કૃષિ કાયદાના સૂત્રધાર છે. તેઓ ભાજપ અને અંબાણીના એજન્ટ છે. ટિ્વટર પર એક વીડિયો જાહેર કરીને સિદ્ધુએ આ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેપ્ટન જ કૃષિ કાયદાઓ માટે જવાબદાર છે. સિદ્ધુ અને તેમના પત્નિના આ આરોપો એવા સમયે સામે આવ્યા હતા જ્યારે અમરિંદરસિંહે પોતાનો પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી.પંજાબ કોંગ્રેસના નેતા નવજાેતસિંહ સિદ્ધુના પત્ની નવજાેત કૌરે દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ અને પાકિસ્તાનના પત્રકાર અરૂસા આલમ બન્ને મળીને સરકાર ચલાવતા હતા. જ્યારે સિદ્ધુએ આરોપ લગાવ્યા હતા કે અમરિંદરસિંહ ભાજપ અને અંબાણીના એજન્ટ છે.