લુધિયાના
પંજાબની લુધિયાણા કોર્ટના વોશરૂમમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટમાં બ્લાસ્ટના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયાની જાણકારી સામે આવી છે. આ સિવાય ૪ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટના બાદ સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ દ્ગૈંછ-દ્ગજીય્ની ટીમો પહોંચી રહી છે. બ્લાસ્ટ કઈ વસ્તુના કારણે થયો છે તેને લઈને કોઈ માહિતિ સામે આવી નથી. કોર્ટની કોપી બ્રાન્ચમાં આ બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. આ સિવાય બ્લાસ્ટની તપાસ માટે નેશનલ બમ ડેટા સેન્ટરની ટીમો પણ પહોંચી રહી છે. લુધિયાણા કોર્ટના ત્રીજા માળે ૯ નંબરની કોર્ટમાં બાથરૂમની નજીક બ્લાસ્ટ થયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આખી બિલ્ડિંગ હલી ગઈ હતી. અહીં આસપાસના લોકોમાં ભયનો માહોલ અને અફરાતફરી મચી હતી. આ સાથે પાર્કિંગમાં ઊભેલી કાર પણ ડેમેજ થઈ છે. કોર્ટમાં વકીલોની હડતાળ હોવાના કારણે કોઈ ખાસ નુકસાન થયું નથી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે. આ સાથે બ્લાસ્ટ કોણે અને શા માટે કર્યો તે તમામ વાતોની તપાસ પણ શરૂ થઈ છે.લુધિયાણા બ્લાસ્ટ પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજ્યોત સિંહ સિદ્ધુએ તેને ષડયંત્ર ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહે લખ્યું કે લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટની ખબર મળી. ૨ લોકોના મોતથી હું દુઃખી છું. ઘાયલોના જલ્દી સાજા થવાની કામના કરું છું. પંજાબ પોલિસ તેની પૂરેપૂરી તપાસ કરે.
