પંજાબ
પંજાબમાં તા. ૨૮મી સપ્ટેમ્બરે, કોંગ્રેસ પક્ષમાં કટોકટી ચક્રવાતી બની રહી. સિદ્ધુએ ત્યાગપત્ર આપ્યા પછી એક મંત્રી રઝીયા સુલતાનાએ પણ પોતાનું પદ સિધ્ધુના ટેકામાં છોડી દીધું. અન્ય નેતાઓ પણ તેના ટેકામાં આવી રહ્યા છે. ચાન્નીએ, તેમની કેબિનેટમાં પોર્ટ ફોલિયો, ફાળવ્યા પછી થોડા કલાકોમાં જ સિદ્ધુએ તેમનું ત્યાગપત્ર આપી દીધું હતું. કારણ કે તેમણે સૂચવેલા બ્યુરોક્રેટસ અને મંત્રીઓનાં નામ હાઈકમાન્ડે સ્વીકાર્યા ન હતાં. તેમણે પત્રકારોને તેમ પણ કહ્યું હતું કે, કપુર થલાના રાણા ગુરજિત સિંહને મંત્રી મંડળમાં લેવામાં આવ્યા તેથી તેમને ગુસ્સો આવ્યો હતો. કારણ કે તેઓ ઉપર રેતી-ખોદવાના કોન્ટ્રાક્ટમાં થયેલી ગોલમાલમાં સંડોવણીનો આક્ષેપ હતો. પછી ભલે તેમને પૂર્વ હાઇકોર્ટ જજમાં નેતૃત્વ નીચેની તપાસ સમીતીએ નિર્દોષ જાહેર કર્યો હોય, પરંતુ આવો આક્ષેપ થાય તે પણ યોગ્ય ન જ કહેવાય.પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ-પદેથી ત્યાગપત્ર આપ્યા પછી, બીજા દિવસે-આજે બુધવારે નવજાેત સિદ્ધુએ તેમનું વલણ કઠોર બનાવ્યું હતું, અને કહ્યું હતું કે હું સિદ્ધાંતોને જ વળગી રહીશ. અને, ભલે બધંર ગુમાવવું પડે છતાં લડત આપતો જ રહીશ. તેમણે કહ્યું હતું કે તેમની ૧૭ વર્ષની રાજકીય યાત્રા દરમિયાન તેઓ એક જ ધ્યેયથી કાર્ય કરી રહ્યા છે, અને તે છે પંજાબના લોકોનો ઉત્કર્ષ અને તેમનાં જીવનમાં બદલાવ. સિદ્ધાંત આધારિત રાજકારણને વળગી રહેવું તે મારી ૧૭ વર્ષની રાજકીય યાત્રાના મૂળમાં છે. ‘મારૂં યુદ્ધ મુદ્દા આધારિત જ છે, અને પંજાબ મારી પ્રિય-કાર્યસૂચી છે’ તેમ કહેતાં ક્રીકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુએ, કોઇનો પણ નામોલ્લેખ કર્યા સિવાય જ તેમણે પંજાબ સરકાર ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે પંજાબની જનતાની જ અવગણના થઇ રહી છે. ‘૨૦૧૫ના બેહબલ ક્વાન પોલીસ ફાયરિંગ, જે બરગારી સેક્રીલેજ (અધાર્મિકતા) અંગેનો મુખ્ય મુદ્દો હતો, અને જેમણે ‘બાદલ’ કુટુમ્બને તે અંગે ‘કલિન્ચીટ” આપી હતી; તથા આરોપીઓને સામુહિક જામીન (બ્લેન્કેટ-બેઇલ) અપાવ્યા હતા. તેમને તો રાજ્યના ‘એડવોકેટ જનરલ’ બનાવવામાં આવ્યા છે તેમ પણ સિદ્ધુએ કહ્યું હતું. ‘હું હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરીશ નહીં, અને તેઓને ગેરમાર્ગે દોરાવા દઇશ પણ નહીં. પંજાબના હેતુઓ માટે હું કોઈ પણ બલિદાન આપવા તૈયાર છું. પરંતુ મારા સિદ્ધાંતોને તો હું વળગી જ રહીશ. સમગ્ર તંત્ર ડાઘ ભરેલા અધિકારીઓથી અને નેતાઓથી ભરેલું છે. તેવાઓને જ પાછા લાવવામાં આવ્યા છે. હું તેનો વિરોધ કરૂં છું. હું મારા સિદ્ધાંતોને વળગી જ રહીશ. અને લડત આપતો રહીશ. જાે ભલે બધું જતું રહે તે જવા પણ દઈશ.’