પંજાબ
પહેલા સપ્ટેમ્બરમાં સરકારે રાજ્ય કર્મચારીઓનું સિટી કંપનસેટરી ભથ્થુ ૧૦૦ રૂપિયા વધારીને ૨૦૦ રૂપિયા કરી દીધું હતું. જે શહેરોમાં ૧૨૦ રૂપિયા મળતુ હતું ત્યાં ૨૪૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ગ્રામીણ ભથ્થુ હવે ૬ના બદલે પાંચ ટકા હશે. પરંતુ બેસિક પે વધી જવાથી આ રકમ પહેલાથી વધુ મળશે. આ ઉપરાંત સરકારે મેડિકલ ભથ્થુ ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. પંજાબમાં ૩ લાખથી વધુ પેન્શનરની બલ્લે બલ્લે થઇ ગઇ છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નાણા વિઊાગને એક જુલાઇ ૨૦૨૧થી સંશોધિત પેન્શનની ચુકવણી ૩ લાખથી વધુ પેન્શનધારકોને કરવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી રાજ્ય સરકાર પર ચાલુ નાણાકીય વર્ષમાં ૧૮૮૭ કરોડ રૂપિયાથી વધારાનો બોજાે પડશે. એક ઓફિશિયલ નિવેદન અનુસાર પંજાબના છઠ્ઠા વેતન આયોગની ભલામણોને અનુરૂપ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ચન્નીએ રજાનો લાભ લેવા અને ગ્રેચ્યુઇટી જેવા અન્ય ફાયદા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. તે આશરે ૯૧૫ કરોડમાં પડશે. તેની ચુકવણી ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૩૦ જૂન ૨૦૨૧ દરમિયાન સેવા નિવૃત્ત થયેલા ૪૨,૬૦૦ પેન્શનધારકને કરવામાં આવશે. કુલ મળીને આ ર્નિણયથી સરકારી ખજાના પર ૨,૮૦૨ કરોડ રૂપિયાનો બોજાે પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આવું સંશોધિત પેન્શન એક જુલાઇ ૨૦૨૧થી પેન્શનરોને એકસાથે ચુકવવામાં આવશે.