Punjab

પંજાબમાં ખેડુતોની ૨ લાખ સુધીની લોન માફ ઃ મુખ્યમંત્રી ચન્ની

પંજાબ
મુખ્યમંત્રી ચરણસિંહ ચન્નીએ ૩૧ ડિસેમ્બરના રોજ રાજ્યમાં “કૃષિ કાયદા”નું ઉલ્લંઘન કરનારા ખેડૂતો સામે પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી તમામ હ્લૈંઇ રદ કરવાની પણ જાહેરાત કરી હતી.પંજાબના ખેડૂતોના જૂથ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.ચન્નીએ પોલીસ મહાનિર્દેશકને રાજ્યમાં કૃષિ કાયદાઓને લઈ આંદોલન અને પરાળી સળગાવવામાં સામેલ વિવિધ ખેડૂતો સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને રદ્દ કરવા માટે જરૂરીઔપચારિકતાઓને તાત્કાલિક પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકાર પાંચ એકર જમીનમાં અનોખું સ્મારક બનાવશે. જે ખેડૂતોના આંદોલન અને તેમના બલિદાનને ખાસ સમર્પિત કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આ સ્મારક વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકશાહીની સર્વોચ્ચતા દર્શાવશે ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને પ્રદર્શિત કરવા માટે સ્મારક બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચા પાસે સમર્થન અને સહયોગ માંગ્યો છેપંજાબમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.ચન્નીએ રાજ્યમાં ખેડૂતો (જેમણે કૃષિ બિલનો વિરોધ કર્યો હતો) સામે નોંધાયેલ તમામ હ્લૈંઇ ને રદ કરવા તેમજ હાલની લોન માફી યોજના હેઠળ રૂ. ૧,૨૦૦ કરોડની રકમની રૂ. ૨ લાખ સુધીની લોન માફી મંજૂર કરવાની હાકલ કરી હતી. આનાથી પાંચ એકર સુધીની જમીન ધરાવતા લગભગ ૧.૦૯ લાખ નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. રાજ્ય સરકારે ૫.૬૩ લાખ ખેડૂતોની ૪,૬૧૦ કરોડ રૂપિયાની લોન પહેલેથી જ માફ કરી દીધી છે. આમાંથી ૧.૩૪ લાખ નાના ખેડૂતોને ૯૮૦ કરોડ રૂપિયાની રાહત મળી છે, જ્યારે ૪.૨૯ લાખ સીમાંત ખેડૂતોને ૩,૬૩૦ કરોડ રૂપિયાની લોન માફીનો લાભ મળ્યો છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

Charanjeet-Singh-Channi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *