Rajasthan

ભારતના તમામ જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોવી જાેઇએ ઃ વડાપ્રધાન મોદી

જયપુર
ભૂતકાળ બની ચૂકેલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ કાઉન્સિલના ર્નિણયો અને પારદર્શિતા વિશે અવારનવાર પ્રશ્નો અને આશંકાઓ ઉભી થતી હતી જેના પગલે મેડિકલ એજ્યુકેશન અને આરોગ્યની સેવાઓ ઉપર વિપરીત અસર પડી હતી. સરકારે અનેક પ્રયાસો અને પડકારોનો સામનો કર્યા બાદ છેવટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશનની રચના કરી છે અને તેની જે ્‌સર પડી તે હાલ જાેઇ શકાય છે એમ મોદીએ કહ્યું હતું. તે સાથે વડાપ્રધાને કહ્યું હતું કે ૨૦ વર્ષ પહેલાં તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મેડિકલ શાખાના માળખામાં, મેડિકલ એજ્યુકેશનમાં અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં અનેક પડકારો હતા, પરંતુ તેમણે તમામ પડકારો ઝીલી લીધા હતા અને સામુહિક પ્રયાસી કરીને સ્થિતિને બદલી નાંખી હતી.મેડિકલની વિદ્યાસાખામાં ગ્રેજ્યુએશન બાદના પોસ્ટ ગૂ્રેજ્યુએશના અભ્યાસક્રમ માટે દેશના પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અથવા સંસ્થા હોવી જાેઇએ એમ વડાપ્રાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું હતું. વડાપ્રધાને એમ પમ કહ્યું હતું કે આરોગ્ય સેવાઓ અને મેડિકલ એજ્યુકેશન વચ્ચે અત્યાર સુધી જે ખાઇ હતી તે પણ ઘટી ગઇ છે કેમ કે હાલ સરકારનું બધુ ધ્યાન પ્રિવેન્ટિવ હેલ્થકેર (રોગ થતો અટકાવી દે એવી તબીબી સેવા) અને આયુર્વેદ અને યોગ ઉપર કેન્દ્રિત થયેલું છે. છેલ્લા ૬ વર્ષમાં ૧૭૦ કરતા વધુ મેડિકલ કોલેજાેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે અને ૧૦૦ નવી મેડિકલ કોલેજાેનું કામકાજ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે એમ મોદીએ રાજસ્થાન ખાતે ચાર મેડિકલ કોલેજાેના વર્ચ્યુલ ખાતમુહૂર્ત અને ઇન્સ્ટિટયૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીના આભાસી ઉદઘાટન પ્રસંગે લકહ્યું હતું. મેડિકલની શાખામાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનની શિક્ષણ માટે દેશના પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ ઉભી કરવા સરકાર સંભવ તમામ પ્રયાસો કરી રહી છે એમ વડાપ્રધાને કહ્યું હતું.

Rajastan-Open-Four-Medical-colleges-by-PM-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *