Rajasthan

એંકર,,,છોટાઉદેપુર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓ યોજાઇ જિલ્લા કલેકટરે ગાબડિયા ખાતેની ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું

છોટાઉદેપુર:
વીઓ,,,સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૦૨જી, ઓકટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે ગાબડિયા ખાતેની ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજયમાં અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ગાબડિયા ખાતે આયોજીત ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ગામોનું સો ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જે કોઇ રસી લેવામાં બાકી રહી ગયા હોય તેમને પણ રસી લઇ લેવા માટે તેમણે અનુરોધ કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે શીખ આપતા તેમણે કચરો અહીં તહીં ન ફેંકી એક કચરાપેટીમાં રાખવા તેમજ ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવું ગ્રામપંચાયતની ફરજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન આર.સી.એચ.ઓએ પાણી જન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે શું કરવું જોઇએ એ અંગે વિગતે સમજ આપી તેમણે લોકોને રસી લઇ સો ટકા રસીકરણના લક્ષ્યને સાકાર કરવા માટે સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલી ખાસ ગ્રામ સભાઓનું થીમ જલ જીવન મિશન છે. ગ્રામ સભા દરમિયાન જલ જીવન મિશન અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. સ્વચ્છતાલક્ષી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અટકાવવા માટેની જાગૃતિ કાર્યક્રમો, કોવિડ-૧૯ રસીકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમો, ૧૫મા નાણાપંચમાંથી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખાસ ગ્રામસભાની કાર્યવાહી દરમિયાન છોટાઉદેપુર પ્રાંત કલ્પેશ ઉનડકટે ઉપસ્થિત સૌને સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અંગે શપથ લેવડાવ્યા હતા.
જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોએ ગ્રામસભા પૂર્ણ થયા બાદ ગામના રસ્તાઓ ઉપર પડેલા પ્લાસ્ટિકનો કચરો ઉપાડી શ્રમદાન કરી લોકોને પ્લાસ્ટિક કચરાથી થતા પ્રદૂષણથી બચવા માટે સંદેશ આપ્યા હતો.

IMG-20211002-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *