જયપુર
કેટરિના કૈફ અને વિકી કૌશલનો પરિવાર હોટલ ખાતે પહોંચી ગયો છે.૬ ડિસેમ્બરે કેટરીના અને વિકી મુંબઈના એરપોર્ટ પર જાેવા મળ્યા હતા.૯ ડિસેમ્બરે બંનેના લગ્ન યોજાશે. લગ્નને લઈને જળવાઈ રહેલી ગુપ્તતા વચ્ચે ચાહકોમાં પણ સ્ટાર કપલના લગ્ન માટે ખાસી આતુરતા જાેવા મળી છે.રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે આવેલા વૈભવી રિસોર્ટ સિક્સ સેન્સેસ બરવાડા ફોર્ટ હોટલમાં બોલીવૂડના સ્ટાર કપલ કેટરિના તેમજ વિક્કી કૌશલના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સવાઈ માધોપુરના એક વકીલે આ સ્ટાર કપલ તેમજ હોટલ સામે તંત્રને ફરિયાદ કરી છે. વકીલ નેત્રબિંદનુ કહેવુ છે કે, સવાઈ માધોપુરમાં આવેલુ ચૌથ માતા મંદિર એક ઐતિહાસિક મંદિર છે અને રોજ સેંકડો ભાવિકો અહીંયા દર્શન માટે આવે છે.આ મંદિર તરફ જતો રસ્તો હોટલ સિક્સ સેન્સેસ દ્વારા ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે ભાવિકોને પરેશાની થઈ રહી છે.
