,તેલંગાણા
ઓમિક્રોનના ખતરાને જાેતા રાજ્ય સરકારો પણ કડક પગલાં લઈ રહી છે અને રસીકરણની ઝડપ વધારી રહી છે. જયપુરમાં નવા વેરિઅન્ટથી સંક્રમિત થયેલા ૯ લોકોમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા છે.મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં ૬ દર્દીઓ અને પુણેમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આફ્રિકાથી આવેલા પાંચ બિહારમાં કોવિડ પોઝિટિવ જણાયા આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પાંચ લોકો બિહારમાં આવ્યા છે. જેમનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોવિડ પોઝિટિવ જણાયા છે. આ પ્રવાસીઓ ગોપાલગંજ આવ્યા ર્છે જિલ્લા સત્તાવાળાઓ દ્વારા તેમનો ઇ્_ઁઝ્રઇ ટેસ્ટ કોરોના પોઝિટિવ જણાયો છે. તેમનાં સેમ્પલ્સ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. ભારત આવતા તમામ વિદેશી પ્રવાસીઓ માટે ઇ્_ઁઝ્રઇ ટેસ્ટ ફરજિયાત.કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ (ર્ંદ્બૈષ્ઠિર્હ ફટ્ઠિૈટ્ઠહં) સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ રવિવારે ૧૮ નવા કેસ સામે આવ્યા બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં દેશના ૫ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં આ નવા વેરિઅન્ટના કુલ ૨૨ કેસની પુષ્ટિ થઈ છે. તેલંગાણાના કરીમનગર જિલ્લાના બોમક્કલમાં આનંદ રાવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ૪૩ વિદ્યાર્થીઓ કોવિડ-૧૯થી સંક્રમિત જાેવા મળ્યા છે. કરીમનગરના જિલ્લા આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી છે. રવિવારે એક જ દિવસમાં ૧૭ નવા કેસ નોંધાયા હતા. જયપુરમાં ૯ લોકો ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા હતા. તેમાંથી ૪ લોકો તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને બાકીના ૫ લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીમાં પણ તાન્ઝાનિયાથી પરત આવેલ એક વ્યક્તિ સંક્રમિત જાેવા મળ્યો છે.