Rajasthan

રાજસ્થાન અલવર મ્યુનિ. કાઉ. ચેરમેન બીના ગુપ્તા અને પુત્ર લાંચ લેતા ઝડપાયા

અલવર
તાજેતરમાં જ અલવરમાં દુકાનોની નીલામી થઈ હતી. જેમાં ઠેકેદાર મોહન લાલ સુમન સિંહે બોલી લગાવી હતી. આરોપ છે કે કમિશન તરીકે બીના ગુપ્તા અને તેમના દિકરાએ ૧.૩૫ લાખ રુપિયાની લાંચ માગી હતી. ઠેકેદારનો આરોપ છે કે જે બાદ તેમણે ૮૦ હજાર રુપિયા વધુ માગ્યા. જે બાદ મોહન લાલે એન્ટી કરપ્શન બ્યુરોને તેમની ફરિયાદ કરી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એસીબીએ બીના ગુપ્તા અને તેમના પુત્રને રંગે હાથ લાંચ લેતા ધરપકડ કરી લીધી. બીના ગુપ્તાના ઘરે સર્ચ ચાલી રહ્યુ છે. અત્યાર સુધી તપાસમાં અડધો કિલો સોનુ અને ૨ કિલોથી વધારે ચાંદી મળી ચૂકી છે. આજે બેન્કના લોકર પણ ખોલવામાં આવશે. બીના ગુપ્તાએ પોતાની ધરપકડ પર કહ્યુ કે તેમને રાજનીતિ હેઠળ ફસાવવામાં આવ્યા છે. ભાજપે નગર પરિષદ પહોંચીને આતિશબાજી કરી અને ખુશી વ્યક્ત કરી. રાજસ્થાનમાં અલવર મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેન બીના ગુપ્તા અને તેમના દીકરા કુલદીપ ગુપ્તાની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી લીધી છે. એન્ટી કરપ્શન બ્યુરો એ તેમને ૮૦ હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા. બીના ગુપ્તાને કેબિનેટ મંત્રી ટીકારામ જૂલીના નજીકના ગણાવાય છે. ટીકારામ જૂલીને તાજેતરમાં જ પ્રમોટ કરીને રાજ્ય મંત્રીથી કેબિનેટ મંત્રી બનાવાયા છે. ટીકારામને કેબિનેટ મંત્રી બનાવવાથી કોંગ્રેસમાં પણ વિરોધ થયો હતો અને કેટલાક ધારાસભ્યોએ તેની પર ભ્રષ્ટ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

bina-gupta-alwar-Arrest.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *