Rajasthan

૧૦ વર્ષે પહેલાના રાજકોટના ડબર મર્ડર કેસમાં ૩ને આજીવન કેદની સજા

રાજકોટ
રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની ફરિયાદ પરથી છગન રઘા દુધેરજીયા, ધીરૂ રઘા દુધેરજીયા, સુરેશ રઘા દુધરેજીયા, દિનેશ દેવશી દુધરેજીયા, મનસુખ દેવશી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કર્યા હતા. જ્યારે સામા પક્ષે સવજી દેવશી દુધરેજીયાની ફરિયાદ પરથી બે મરણ જનાર તથા સુખદેવસિંહ જુવાનસિંહ જાડેજા, હરપાલસિંહ બાલુભા જાડેજા, જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ બાપુભા જાડેજા, હિતેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજા, સહદેવસિંહ માનભા જાડેજા સહિત નવ સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ હત્યા કેસના મુખ્ય ચાર આરોપીઓ કે જેઓના મરણ જનાર ઉપર ઘા હતા તેઓના જામીન ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસની ચાર્જશીટ અદાલતમાં રજુ થતાં કાનૂની જંગના મંડાણ મંડાયાં હતા. જેમાં સ્પેશિયલ પી.પી. તરીકે અનિલભાઇ દેસાઈ અને મૂળ ફરીયાદી વતી એડવોકેટ રૂપરાજર્સિંહ પરમાર રોકાયા હતા. બચાવ પક્ષે એડવોકેટ તરીકે નિરંજનભાઈ દફ્તરી અને દિપકભાઈ ત્રિવેદી રોકાયા હતા. આ કેસમાં અનેક કાનૂની દાવપેચો અને કાયદાની આટીઘૂંટીથી ઘેરાયેલો કેસ ૧૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલતા આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બન્ને પક્ષોની રજુઆતમાં બન્ને પક્ષે મળી આશરે ૧૬૦ જેટલા દસ્તાવેજી પુરાવા અને ૪૧ સાક્ષીઓની મૌખિક જુબાની લઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં હત્યા કેસમાં ફરિયાદી સહિત ઈજા પામનાર કુલ ચાર દાર્શનિક સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી ૧૦ જુલાઇ ૨૦૧૧ના રોજ રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામે સાંજના સમયે માતાજીના મંદિરે તાવા પ્રસાદના કાર્યક્રમમાં નજીવી બાબતે બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. તીક્ષ્ણ હથીયારોના ઘાથી ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાનું ઘટનાસ્થળે અને વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. આજે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કલમ ૩૦૨ના આરોપી છગન રઘા દુધરેજીયા, સુરેશ રઘા દુધરેજીયા અને દિનેશ દેવશી દુધરેજીયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે સામા પક્ષે થયેલી ક્રોસ કેસની ફરિયાદમાં બે મહિલા સહિત ૭ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *