Rajasthan

SBI બ્રાંચમાંથી ૪૫ સેકન્ડમાં ૫ લાખની રકમ લઈ લૂંટેરા ફરાર

રાજસ્થાન
બાલોતરા ડ્ઢજીઁ ધનફૂલ મીણાએ કહ્યું હતું કે, લૂંટેરાઓએ આશરે ૧૧ વાગ્યે બેંકની રેકી કરી હતી. ત્રણમાંથી એક યુવક બેંકમાં આવ્યો હતો. તમામ કાઉન્ટર પર ફર્યો હતો. આ ત્રણેય યુવકો પાલી બાજુ ભાગ્યા હોવાની આશંકા છે. આ મામલે પાલી પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં આવતી અને બહાર જતી દરેક ગાડીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેંક લૂંટની ઘટના સામે આવતા અન્ય બેંકમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી બેંક લૂંટની ઘટના સામે આવી છે. રાજસ્થાન જિલ્લાના બાડમેર પાસે આવેલા સમદડીના ખંડપ ગામે આવેલી સરકારી બેંકમાં લૂંટારૂની ટોળકી ત્રાટકી હતી. સોમવારે ધોળા દિવસે લૂંટ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ બુકાનીધારીઓ ગન સાથે બેંકમાં પ્રવેશ્યા હતા. આઠ વ્યક્તિઓને બંધક બનાવી રૂ.૫૨૩૦૦૦ લૂંટી ફરાર થઈ ગયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સરકારી બેંકમાં ભીડ હોવા છતાં લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી દીધો હતો. જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય એવા ચિત્રો સામે આવ્યા છે. લૂંટની આ સમગ્ર ઘટના બેંકમાં રહેલા સીસીટીવી કેમેરેમાં કેદ થઈ ચૂકી છે. ત્રણેય બુકાનીધારીઓ બપોરના સમયે બેંકમાં આવ્યા હતા. આશરે ત્રણેક વાગ્યાનો સમય હોવાનું જાણવા મળ્યું છે. કાયદેસર લૂંટ કરવાના ઈરાદે તેઓ બેંકમાં ઘુસી ગયા હતા. બાઈક પર આવેલા ત્રણેય લોકોએ પૂર્વ આયોજીત કાવતરા અનુસાર લોકોને બંધક બનાવવાનું શરૂ કર્યું હતું. આઠ લોકોને એક લાઈનમાં ઊભા રાખીને સરેન્ડર કરાવ્યું હતું. જ્યારે એક શખ્સ સીધો કેશિયરની કેબિનમાં જઈને રોકડ રકમ ભરવા લાગ્યો હતો. માત્ર ૪૫ સેકન્ડમાં તો રૂ.૫૨૩૦૦૦ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના બાદ બેંકના આધિકારીઓએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ તમામ આરોપીઓને પકડવા માટે પોલીસે બેંકની આસપાસના વિસ્તારમાં રહેલા સીસીટીવીના ફૂટેજ મેળવવા માટે તજવીજ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *