Rajasthan

ડીસામાં યુવકના આપઘાતમાં ૭ સામે ફરિયાદ નોંધાઈ

પાલનપુર
દિપક રાવળ નામના યુવકે સોશિયલ મીડિયા પર બાપુ લખી પોતાનો ફોટો શેર કર્યો હતો. જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના વોટ્‌સએપ ઉપર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા. જેથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવ્યું હતું. જાે કે, તેના થોડા દિવસો પછી યુવકના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક મજબૂત પુરાવા મળ્યા હતા. જેમાં બાપુ લખવાના મામલે કેટલાક લોકો ધાક- ધમકીઓ આપતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્પ્રેરણ કરનાર સાત શખ્સો સામે ૈંઁઝ્ર ૩૦૬ મુજબ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ડીસાના રાણપુરમાં ૧૯ વર્ષીય યુવકે ૨૫ દિવસ પહેલા પાલનપુર નજીક આપઘાત કરવાના પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થતાં એક સાથે ૭ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મૃતક યુવકે સોશિયલ મીડિયામાં બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ તેણે ધમકી આપી હતી. જેથી કંટાળેલા યુવકે આપઘાત કરી લેતા ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *