તામિલનાડુ
નિર્માણ થવા પર ભારતીય રેલવેનો નવો પંબન બ્રિજ ૧૮.૩ મીટરના ૧૦૦ સ્પેન સાથે ૨ કિલોમીટરથી વધારે લાંબો હશે અને સાથે જ ૬૩ મીટરનો એક નેવિગેશનલ સ્પેન હશે જે જહાજાે અને સ્ટીમરોની અવર-જવરને સક્ષમ કરતા લંબવત રૂપે ઉપર તરફ હજુ વધશે. જૂના પુલમાં જહાજાેની અવર-જવરને સક્ષમ કરવા માટે શેરજર સ્પેનને મેન્યુઅલ રૂપે સંચાલિત કરવામાં આવે છે જ્યારે આગામી એક ઇલેક્ટ્રો મિકેનિકલ નિયંત્રિત પ્રણાલીથી લેસ હશે. આ ટ્રેન કંટ્રોલ કનેક્ટિવિટી પ્રદાન કરતા ટ્રેન નિયંત્રણ પ્રણાલી સાથે ઇન્ટરલોક કરવામાં આવશેતામિલનાડુ રાજ્યનો નવો પંબન બ્રિજ એટલે કે દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ જલદી જ બનીને તૈયાર થવાનો છે. આ પરિયોજના આગામી વર્ષે માર્ચ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. રેલ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે મંડપમમાં નવા ૨.૦૭ કિલોમીટરના પંબન રેલવે પુલનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ બ્રિજ રામેશ્વરમને તામિલનાડુ સાથે જાેડશે. નવો પુલ જે ૨.૦૭ કિલોમીટર લાંબો હશે એ ભક્તો અને તીર્થયાત્રીઓ માટે એક વરદાનરૂપ થશે જે રામેશ્વરમ અને ધનુષકોડી, તામિલનાડુની આધ્યાત્મિક યાત્રા કરવા માગે છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂના પંબન બ્રિજે પંબન દ્વિપને મુખ્ય ભૂમિ ભારતથી જાેડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આગામી મહિનાઓમાં જૂના પંબન બ્રિજને ન્યૂ પંબન બ્રિજથી બદલી દેવામાં આવશે જેના માટે ૨૯૦ કરોડ રૂપિયાની અંદાજિત રકમનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલો નવો પંબન બ્રિજ, ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ સી બ્રિજ હશે. તેનું નિર્માણ જૂના રેલ પુલના સમાંતર કરવામાં આવી રહ્યું છે. ૨.૦૭ કિલોમીટર લાંબા આ નવા પુલની વિશેષતા એ છે કે મુસાફરી દરમિયાન જહાજાેને પસાર થવાની મંજૂરી આપવા માટે તેના મધ્ય ભાગને ઉપર ઉઠાવવામાં આવે છે. તામિલનાડુમાં આવનારા નવા પંબન બ્રિજથી આ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન મળવાની આશા છે. વિશેષ રૂપે તીર્થયાત્રાના ઉદ્દેશ્યથી દર વર્ષે મોટી સંખ્યામાં ભક્ત રામેશ્વરમ મંદિર અને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે.