Uttar Pradesh

કુશીનગર એરપોર્ટનું પીએમ મોદી ઉદ્‌ઘાટન કરશે

ઉત્તર પ્રદેશ
કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હવે એરબસ જેવું મોટું પ્લેન પણ લેન્ડ થઇ શકશે. થાઇલેન્ડ, મલેશિયા, વિયેતનામ, સિંગાપોર, શ્રીલંકા અને અન્ય ઘણા નજીકના દેશો જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી લોકો બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવા આવે છે. સરકારના આ ર્નિણયથી વિશ્વભરના લોકોને બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવાની સુવિધા મળશે. નોંધનીય છે કે, ગત વર્ષે કેન્દ્રીય કેબિનેટે કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સુવિધાનો દરજ્જાે આપવાની મંજૂરી આપી હતી. કેબિનેટે કહ્યું હતું કે તેનાથી મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળ પર પરિવહન સુવિધાઓ સુધરશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૂ કર્યા પછી તે રાજ્યનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ એરપોર્ટ બનશે.ઉત્તર પ્રદેશના લોકોને બીજી મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરશે. કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ શ્રીલંકાની રાજધાની કોલંબોથી આવશે. આ ફ્લાઈટમાં ૧૨૫ મહાનુભાવો અને બૌદ્ધ સાધુઓ હશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉત્તર પ્રદેશના કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરશે. આ ઉત્તર પ્રદેશમાં એર કનેકટીવીનો વધારો કરશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય વિમાનમથક આ અઠવાડિયે કાર્યરત થઈ જશે અને ભારતમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાળુઓની હવાઈ મુસાફરીની જરૂરિયાતો પૂરી કરશે. પ્રથમ ઉદ્‌ઘાટન ફ્લાઇટ ૧૨૫ મહાનુભાવો અને બૌદ્ધ સાધુઓને લઈને કોલંબો શ્રીલંકા એરપોર્ટ પર ઉતરશે. આ રીતે વિશ્વભરના બૌદ્ધ સમુદાયના લોકોની ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળ સુધીની યાત્રા સરળ બનશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકાર સાથે મળીને અંદાજે ૨૬૦ કરોડના ખર્ચે ૩૬૦૦ ચોરસમીટરમાં ફેલાયેલું નવું ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. આ સાથે કુશીનગર એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી અનુસાર, નવું ટર્મિનલ પીક અવર્સ દરમિયાન ૩૦૦ મુસાફરોને સંભાળી શકે છે. કુશીનગર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાધામ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તે બૌદ્ધ સર્કિટનું કેન્દ્રબિંદુ પણ છે. જેમાં લુમ્બિની, સારનાથ અને ગયાના તીર્થસ્થળોનો સમાવેશ થાય છે.

Kushinagar-airport-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *