Uttar Pradesh

યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયના ઘરે આઈટીના દરોડા

ઉતરપ્રદેશ
રાજીવ રાય ભૂતકાળમાં વિવાદમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન થાય તે પહેલા જ તેમણે સપા નેતાઓ સાથે તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મઉ જિલ્લામાં એસપીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા રાજીવ રાયે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે ગાઝીપુર જિલ્લામાં ૧૬ નવેમ્બરે યોજાનારી અખિલેશ યાદવની જાહેર સભાને મંજૂરી આપી ન હતી. પોતાનો વિરોધ વ્યક્ત કરતા રાજીવ રાય અને તેમની સાથે એસપી નેતાઓએ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું. રાજીવ રાય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા છે. તેઓ પાર્ટીનો અભિપ્રાય મીડિયાની સામે રાખે છે અને સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના ગણાય છે.ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં ઈન્કમ ટેક્સ વિભાગે શનિવારે સવારે સમાજવાદી પાર્ટીના નેતા અને પાર્ટીના મહાસચિવ અને પ્રવક્તા રાજીવ રાયના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓની સાથે ત્યાં મોટી સંખ્યામાં દળો ખડકી દેવામાં આવ્યા છે જેથી કોઈ અંદર ન જઈ શકે અને કોઈ બહાર ન આવી શકે. આવકવેરા વિભાગની ટીમે સવારે ૭ વાગે રાજીવ રાય પર દરોડો પાડ્યો હતો અને તે તેના ઘરમાં જ નજર કેદ કરી લેવામાં આવ્યા હતા. રાજીવ રાય મૌના સઆદતપુરામાં રહે છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા સપા નેતાના ઘર પર આવકવેરા વિભાગના દરોડાથી રાજકારણને હવા મળવાની શરૂઆત થઈ જશે એ નક્કી છે. જીઁએ પહેલા જ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓ પર દબાણ લાવવા માટે ૈં્‌, ઈડ્ઢ અને ઝ્રમ્ૈંનો દુરુપયોગ કરી રહી છે. તે જ સમયે, રાજ્યમાં ચૂંટણી પહેલા સપા નેતા રાજીવના ઘર પર આવકવેરાના દરોડા પછી, સપા આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઘેરવામાં પાછળ નહીં રહે. અન્ય રાજકીય પક્ષો પણ આ અંગે સપાની સાથે ઉભા રહી શકે છે.

Income-Tax-Department-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *