લખનઉ
લખીમપુર ખીરીની આ ઘટના બાદ માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, દીપેન્દર હુડ્ડા, અજય કુમાર લલ્લુની અટકાયત કરાઇ હતી, જાેકે તેમની અટકાયતના ૨૪ કલાક બાદ તેમની હવે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. કુલ ૧૦ લોકોની ધરપકડ કરાઇ છે. જેને પગલે કોંગ્રેસે આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.છત્તીસગઢના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ભુપેષ બઘેલને એરપોર્ટ પર જ અટકાવી દેવાયા હતા જેને પગલે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. આ સમગ્ર મામલો વધુ ઉગ્ર સ્વરુપ ધારણ કરી રહ્યો છે. ભાજપના સાંસદ વરુણ ગાંધી પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા, તેઓએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓની કાર શિવસેનાએ પણ પ્રિયંકા ગાઁંધીને સમર્થન આપ્યું હતું. બીજી તરફ માર્યા ગયેલા ચાર પૈકી ત્રણ ખેડૂતોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં અનેક ખેડૂતો એકઠા થયા હતા. જ્યારે એક ખેડૂતના પરિવારે માગણી કરી છે કે અમારી માગણીઓ ન સ્વિકારાય ત્યાં સુધી અમે અંતિમસંસ્કાર નહીં કરીએ. આ પરિવારની માગણી છે કે પીએમ રિપોર્ટ ફરી કરવામાં આવે. પ્રિયંકા ગાંધીએ સવાલો ઉઠાવ્યા હતા કે નરેન્દ્ર મોદી લખનઉની મુલાકાતે આવ્યા પણ ત્યાંથી માત્ર ૧૫ મિનિટ દુર લખીમપુર ખેરી ન ગયા, યોગી આદિત્યનાથની સરકારે હજુસુધી આ સમગ્ર ઘટનાના મુખ્ય જવાબદાર આરોપીની ધરપકડ કેમ નથી કરી. બીજી તરફ નેતાઓને ઉત્તર પ્રદેશ એરપોર્ટ પર જ અટકાવવામાં આવી રહ્યા છે.ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના નેતાઓએ પોતાની કાર ખેડૂતો પર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા જેમની પીએમ રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર ચાર ખેડૂતોના કાર નીચે કચડાઇ જવાથી મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોનું મોત લિંચિંગને કારણે થયું છે. જાેકે કોઇનું મોત ગોળી વાગવાથી નથી થયું. જે આઠ લોકો માર્યા ગયા છે તેમાં ચાર ખેડૂતો, ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકાર રમન કશ્યપનો સમાવેશ થાય છે. સૌથી પહેલા ખેડૂતો પર નેતાઓેએ કાર ચડાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતોના મોત નિપજ્યા હતા. પરીણામે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ નેતાઓની કારો સળગાવી હતી. જ્યારે ચાર લોકોનું લિંચિંગ પણ થયું હતું. જેમાં ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકારનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલામાં પોલીસે મંત્રીના પુત્ર સહિત ૧૪ સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં કેટલાક વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે. કેંદ્રીય મંત્રીના ડ્રાઇવર હરી ઓમ મિશ્રા અને અન્ય ભાજપના કાર્યકર્તાના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેઓને ડંડા ફટકારવામાં આવ્યા હતા, પત્રકાર રમન કશ્યપને પણ લાઠિયોંથી માર મારવામાં આવ્યો હતો.