લખીમપુર
કેનેડાનાં બ્રિટીશ-કોલંબિયાના વિધાનસભ્ય રચના સિંઘે ટિ્વટ ઉપર જણાવ્યું હતું કે, ‘લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની થયેલી ‘હત્યા’થી મારું હૃદય-વિદીર્ણ થઈ ગયું છે. વાસ્તવમાં શાંત વિરોધ દર્શાવવાનો ખેડૂતોને અધિકાર જ છે. તેઓ તો માન આપવા યોગ્ય છે, આવી બર્બરતાને નહીં. જેઓએ પોતાનાં પ્રિયજનો ગુમાવ્યાં છે તેઓને હું સાંત્વના પાઠવું છું.’જગજીત સિંહ નામની એક વ્યક્તિએ તિકોનિયા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ૩ વાહનોમાં ૧૫-૨૦ જણાને લઈ આશિષ ઘટના સ્થળે પહોંચ્યો હતો તે કારની ડાબીબાજુ બેઠો હતો અને ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યાં કાર ખેડૂતો ઉપર ફરી વળી. આ ગોળીબારને લીધે ગોવિન્દર સિંઘ નામના ખેડૂતનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ અન્ય વાહનો ઘરઘરાટી કરતાં રસ્તાની બંને બાજુએ ઉભા રહેલા ખેડૂતો ઉપર ફરી વળ્યા હતાં. તેમ પણ તે હ્લૈંઇમાં નોંધવામાં આવ્યું છે. આ વાહનો આડાં પણ પડી ગયાં હતા જ્યારે આશિષ મોટરમાંથી નીકળી બાજુનાં શેરડીના ખેતરમાં છુપાઈ ગયો હતો. આ હ્લૈંઇમાં વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે ”કેન્દ્રના ગૃહ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને તેમના પુત્ર આશિષે રચેલું આ વિચારપૂર્વકનું કાવતરું જ હતું.” આ સામે, વિરુધ્ધી હ્લૈંઇ નોંધાવતા મિશ્રાના ડ્રાઈવર હરિઓમનાં કુટુમ્બીજનોએ લખાવ્યું હતું કેઃ આ ખેડૂતોમાં રહેલા કેટલાક તોફાનીઓએ હરિઓમ ઉપર લાઠીથી પ્રહારો કર્યા હતા. હ્લૈંઇમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે અજય મિશ્રા દ્વારા યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપવા ઉ.પ્ર.ના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આવવાના હતા. તેમના માટે એક હેલીપેડ મહારાજ અગ્રસેન ઈન્ટર કોલેજનાં પ્લે ગ્રાઉન્ડમાં રચવામાં આવ્યું હતું. ત્યાં આ ખેડૂતો ધસી ગયા હતા. અજય મિશ્રાએ કરેલા કેટલાંક ઉશ્કેરણીજનક વિધાનોનો વિરોધ કરવા તે ખેડૂત આંદોલનકારીઓ ત્યાં એકઠા થવાના હતા. તે પહેલાં આ દુર્ઘટના બની ગઈ. આ ઘટનાનાં વિડીયો ક્લીપીંગ્સ જાેઈ કેનેડા અને યુકેમાં રહેતા મૂળ પંજાબના વતની તેવા સાંસદોએ કહ્યું હતું કે, આ વિડીયો જાેઈ હૃદય ભાંગી પડયું છે. આ વીડીયોમાં રવિવારે બનેલી દુર્ઘટના દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખેરીમાં થયેલાં તોફાનો દર્શાવવામાં આવ્યા છે સાથે ચાર ખેડૂતો સહિત કુલ ૮ વ્યક્તિઓનાં મૃત્યુનો પણ ચિતાર આપવામાં આવ્યો છે. આ દુર્ઘટના સંદર્ભે કેનેડાના લિબરલ સાંસદ મનીન્દર સિંહે ખેડૂતો તરફી કરેલા ટિ્વટમાં તેમણે જણાવ્યું હતું કે ‘જેઓ, માર્યા ગયા છે અને જેઓને આ ખેડૂત આંદોલન દરમિયાન ઈજાઓ થઈ છે તેમના વિશે હું વિચારી રહ્યો છું.’ આ ઉપરાંત ઘણાએ આ નિરર્થક હિંસક કાર્યવાહીને વખોડી કાઢી છે અને ન્યાય માટે માગણી પણ કરી છે. તેમણે ટિ્વટ ઉપર જણાવ્યું હતું કે હિંસા કદી કોઈ પ્રશ્નનો ઉત્તર હોઈ શકે જ નહીં.