યુપી
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે, પરંતુ તેની સાથે જાેડાયેલા અન્ય પાસાઓ પર પણ વિવાદ ચાલી રહ્યો છે. આવો જ એક વિવાદ જમીનની ખરીદીને લઈને છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણની આસપાસમાં ઘણી જમીન ખરીદાઈ છે. અધિકારીઓથી લઈને પોલીસ અધિકારીઓ, નેતાઓથી લઈને તેમના પરિવારજનોએ આ જમીનો ખરીદી હતી. હવે યોગી સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પાંચ દિવસમાં તપાસનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ સંવેદનશીલ મામલાની વિશેષ સચિવ રાધેશ્યામ મિશ્રા દ્વારા તપાસ કરાવવાનો ર્નિણય કર્યો છે. તેમને ઝીણવટભરી તપાસ કરવા અને પાંચ દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. હવે રાજ્ય સરકારની આ કાર્યવાહીને ચૂંટણીના સમયમાં ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે રામ મંદિરના નામે મોટા પાયા પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઘણા નજીકના મિત્રોનો લાભ મળી રહ્યો છે.કેટલાકે જમીન ખરીદીની વાતને સ્વીકારી છે તો કેટલાકે તેનો ઈનકાર કર્યો છે. આ વિવાદને શાંત કરવા અને સચ્ચાઈ જાણવા તપાસના આદેશ અપાયા છે. કોંગ્રેસની તરફથી પીએમ મોદી પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવી રહ્યું છે. રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું છે તે અંધેર નગરી – ચૌપટ રાજા. આ ઘટના પર પીએમ મોદી મૌન છે, આદરણીય મોદીજી તમે આ ખુલ્લેઆમ થતી લૂંટ પર ક્યારે બોલશો. તો રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે હિંદુ અને હિંદુત્વવાદી ચર્ચાને વેગ આપ્યો છે. તેઓ કહે છે કે હિંદુ સત્યના રસ્તે ચાલે છે. હિન્દુત્વવાદી ધર્મની આડમાં લૂંટે છે. યૂપી સરકારે આ સંવેદનશીલ કેસની વિશેષ તપાસ રાધેશ્યામ મિશ્રા પાસે કરાવવાનો ર્નિણય લીધો છે. તેઓએ ૫ દિવસમાં વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણીની સીઝનમાં રાજ્ય સરકારની આ કાર્યવાહીને ખાસ માનવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ ઘણા મોટા અધિકારીઓએ સસ્તી કિંમતે જમીન ખરીદી હતી. આ યાદીમાં અયોધ્યાના કમિશનર રહેલા એમપી અગ્રવાલ, મેયર ઋષિકેશ ઉપાધ્યાય, આઈપીએસ દીપક કુમાર, નિવૃત્ત આઈએએસ ઉમા ધર દ્વિવેદી, પીપીએસ અરવિંદ ચૌરસિયા દ્વારા ખરીદાયેલી જમીનનો સમાવેશ થાય છે. ગોસાઈગંજના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીએ મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી ૩૦ લાખ રૂપિયામાં ૨૫૯૩ ચોરસ વર્ગ મીટર જમીન ખરીદી હતી. ખબ્બુ તિવારીના સાળા રાજેશ મિશ્રાએ રાઘવાચાર્ય સાથે મળીને બરહેટા ગામમાં ૬૩૨૦ ચોરસ વર્ગ મીટર જમીન ૪૭.૪૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.