Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ પ્રતિજ્ઞા યાત્રા દરમિયાન સાત વચનો આપ્યાં

ઉત્તરપ્રદેશ
ઉ.પ્ર. વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસના અગ્રીમ નેતા તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અમારો પક્ષ ૨૦ લાખ જેટલી નવી સરકારી નોકરીઓ ઉભી કરશે. ચોખા તથા ઘઉં માટે ટેકાના ભાવ ઓછામાં ઓછા ક્વિન્ટલ દીઠ રૂ.૨,૫૦૦ આપશે. તેમજ રૂ. ૪૦૦ જેટલા ક્વિન્ટલ દીઠ ભાવ શેરડી માટે આપશે. આ ટેકાના ભાવથી કોવિડ-૧૯ ને લીધે અસર પામેલાં કુટુમ્બોને રાહત થશે તેમ કહેતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે આ બધી જ બાબતો કોંગ્રેસના નિર્વાચન ઘોષણાપત્રમાં પણ આવરી લેવામાં આવનાર છે. આ જાહેરાત કરતાં પહેલાં પ્રિયંકા ગાંધીએ બારાબંકીમાં રહેલાં મહિલા-કૃષિ કામદારો સાથે પણ વાતચીત કરી હતી. જે અંગે તેમણે કહ્યું હતું કે તેઓની (મહિલા કૃષિકારોની) કાયર્સ્થિતિ જાણવા મેં પ્રયત્ન કર્યો હતો અને તેઓ તેમની પુત્રીઓને કઇ રીતે ઉછેરે છે તે જાણવા પણ પ્રયત્ન કર્યો હતો. સાથે તેમ પણ પૂછ્યું હતું કે તેઓ તેમની કન્યાઓને શિક્ષણ આપી શકે તેમ છે કે કેમ ?ઉત્તરપ્રદેશમાં બારાબંકીમાંથી ‘પ્રતિજ્ઞાા યાત્રા’નો પ્રારંભ કરતાં કોંગ્રેસના મહામંત્રી અને પક્ષના ઉત્તર પ્રદેશ માટેના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજ્યમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખી, ‘સાત વચનો જનતાને આપ્યા હતા જેમાં ૪૦ %ટિકિટો મહિલાઓ માટે અનામત રાખવા તથા શાળાએ જતી છોકરીઓ માટે નિઃશુલ્ક ી-સ્કુટી અને મોબાઇલ ફોન આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોની લોન માફી તથા ગરીબ કુટુમ્બોને આર્થિક સહાય કરવાનું તેમજ ઇલેક્ટ્રીસીટી બિલોમાં પણ રાહત આપવાના વચનો સમાવિષ્ટ છે. આ અંગે ન્યૂઝ એજન્સી એએનઆઇ જણાવે છે કે તેઓએ, આ પ્રતિજ્ઞાા યાત્રાના પ્રારંભે કેટલાક મહત્વના વચનો આપતા કહ્યું હતું કે જાે અમે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વીજયી થશું તો, શાળાએ જતી કન્યાઓને નિઃશુલ્ક સ્કુટી આપવામાં આવશે. ખેડૂતોની લોનો માફ કરવામાં આવશે અને ગરીબ કુટુમ્બોને વર્ષે રૂા. ૨૫૦૦૦ સુધીની આર્થિક સહાય કરવામાં આવશે અને કોવિડ કાળ દરમ્યાન બાકી રહેલા વીજળી બીલો અર્ધા કે પુરેપુરા માફ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *