Uttar Pradesh

ઉત્તર પ્રદેશમાં ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ ઃ ૯ના મોત

યુપી,
ઉત્તર પ્રદેશ દેવા થાણાના બબુરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. જાણવા મળ્યા મુજબ દિલ્હીથી બહરાઈચ જઈ રહેલી એક ટુરિસ્ટ બસ સામેથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં ૭૦ જેટલા મુસાફરો સવાર હતા જ્યારે ટ્રક રેતી વડે લદાયેલો હતો. આ અથડામણ એટલી ભયાનક હતી કે, ૯ લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બારાબંકીના એસપી અને ડીએમ યમુના પ્રસાદે આ ઘટનાની પૃષ્ટિ કરી હતી. સાથે જ તેમણે દુર્ઘટનામાં ૨૭ લોકોને ઈજાઓ પહોંચી હોવાની માહિતી આપી હતી. તેમાંથી ગંભીર રીતે ઘવાયેલા લોકોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનો મૃતકઆંક હજુ ઉંચો જાય તેવી આશંકા છે કારણ કે, અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટના અંગે જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જેસીબીની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યા હતા. આ અથડામણ એટલી ભયાનક હતી કે, બસ અને ટ્રક બંનેના ફુરચા ઉડી ગયા હતા. બસ અને ટ્રકનો આગળનો હિસ્સો ભંગારમાં ફેરવાઈ ગયો છે અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ગુરૂવારે સવારના સમયે એક ખૂબ જ પીડાદાયક રોડ અકસ્માત થયો હતો. ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે થયેલી આ અથડામણમાં ૯ લોકોના મોત થયા હતા અને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ બસ અને ટ્રક બંને પૂરઝડપે દોડી રહ્યા હતા અને સામે એક પશુ આવી જતા બેલેન્સ બગડ્યું હતું અને અથડામણ થઈ હતી. કિસાન પથ રિંગ રોડ ખાતે આ દુર્ઘટના બની હતી જેને લઈ ભારે હાહાકાર મચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *